મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

કર્મચારીઓની મીનિમમ સેલરી થઇ જશે ૨૬,૦૦૦ રૂપિયા

બે દિવસમાં લેવાઇ શકે છે મોટો નિર્ણય : કર્મચારીઓ લાંબા સમયથી ફિટમેન્‍ટ ફેકટર વધારવાની માગ કરી રહ્યા છે

નવી દિલ્‍હી તા. ૨૪ : કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી ફિટમેંટ ફેક્‍ટર વધારવાની માગ કરી રહ્યા છે. તેમને બે દિવસમાં કંઈક સારા સમાચાર મળી શકે છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર ફિટમેંટ ફેક્‍ટર પર બુધવારે થનારી કેન્‍દ્રીય કેબિનેટની બેઠકમાં તેના પર ચર્ચા થઈ શકે છે. જો મોદી સરકાર લીલી ઝંડી આપી દેશે તો, ૧૮,૦૦૦ રૂપિયા બેસિક સેલરી મેળવનારા કર્મચારીઓની મીનિમમ સેલરી ૨૬,૦૦૦ રૂપિયા થઈ જશે. મે મહિનામાં સારો એવો વધારો આવી શકે છે.

હાલમાં કર્મચારીઓને ૨.૫૭ ટકાના આધારે ફિટમેંટ ફેક્‍ટર અંતર્ગત વેતન મળી રહ્યા છે. જેને વધારીને ૩.૬૮ ટકા કરવામાં આવી શકે છે. જો આવું થશે તો, કર્મચારીઓનું મીનિમમ વેતન ૮૦૦૦ રૂપિયા વધશે. તેનો અર્થ એવો થાય છે કે, કેન્‍દ્ર સરકારના કર્મચારીઓને મીનિમમ વેતન ૧૮,૦૦૦ રૂપિયાથી વધીને ૨૬,૦૦૦ રૂપિયા થઈ જશે.

જો ફિટમેંટ ફેક્‍ટરને વધારીને ૩.૬૮ ટકા કરી દીધું તો, કર્મચારીઓનું મૂળ વેતન ૨૬,૦૦૦ રૂપિયા આવશે. હાલમાં આપને ન્‍યૂનતમ વેતન ૧૮,૦૦૦ રૂપિયા છે. ભથ્‍થાને જોડતા ૨.૫૭ ફિટમેંટ ફેક્‍ટર અનુસાર ૪૬,૨૬૦ રૂપિયા (૧૮,૦૦૦ × ૨.૫૭ = ૪૬,૨૬૦) મળી શકે છે. જો ફિટમેંટ ફેક્‍ટર ૩.૬૮ છે, તો આપની સેલરી ૯૫,૬૮૦ રૂપિયા (૨૬૦૦૦×૩.૬૮ = ૯૫,૬૮૦) થશે.

કેન્‍દ્રીય મંત્રીમંડળે જૂન ૨૦૧૭માં ૩૪માં સંશોધન સાથે પગાર પંચની ભલામણોને મંજૂરી આપી હતી. એન્‍ટ્રી લેવલ બેસિક પે ૭૦૦૦ રૂપિયા પ્રતિમહિને વધારીને ૧૮,૦૦૦ રૂપિયા કર્યું હતું, જયારે ઉચ્‍ચત્તમ સેલરી એટલે કે, સચિવને ૯૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૨.૫ લાખ રૂપિયા કરવામાં આવ્‍યા હતા. ક્‍લાસ ૧ના અધિકારીઓ માટે શરૂઆતી વેતન ૫૬,૧૦૦ રૂપિયા હતા.

(11:09 am IST)