મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ જીનીવામાં WHO પર કર્યો પ્રહાર: કહ્યું- અમારી ચિંતાઓને અવગણવામાં આવી

તેમણે કહ્યું કે ભારત અને અન્ય દેશો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાને અવગણીને WHO દ્વારા જે રીતે મૃત્યુદર અંગેનો અહેવાલ તૈયાર કરાયો

નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ  માંડવિયાએ બે વર્ષના અંતરાલ બાદ યોજાઈ રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેમણે સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં 75મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીને સંબોધિત કરી હતી.

  આ દરમિયાન તેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ઘેરી લીધું. તેમણે કહ્યું કે ભારત અને અન્ય દેશો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાને અવગણીને WHO દ્વારા જે રીતે મૃત્યુદર અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો અને પ્રકાશિત કરવામાં આવ્યો તેના પર ભારત તેની નિરાશા વ્યક્ત કરે છે

 . વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં મનસુખભાઈ માંડવિયાએજણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ, જેમાં ભારતના તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનોની રજૂઆત છે, તેણે સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં હું આ સંદર્ભે તેમની સામૂહિક નિરાશા અને ચિંતા વ્યક્ત કરું છું. 

તેમણે કહ્યું કે આ ભારતની પદ્ધતિ અને ડેટાના સ્ત્રોતો પરના વૈધાનિક સત્તાના ચોક્કસ અધિકૃત ડેટાને બાયપાસ કરીને કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદીએ રસી અને દવાઓની સમાન પહોંચને સક્ષમ કરવા માટે સ્થિતિસ્થાપક વૈશ્વિક સપ્લાય ચેઈન બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જણાવી દઈએ કે WHOએ તાજેતરમાં દાવો કર્યો હતો કે ભારતમાં 1 જાન્યુઆરી 2020થી 31 ડિસેમ્બર 2021 વચ્ચે 47 લાખ લોકોના મોત થયા છે, જ્યારે ભારત WHOના આ દાવાને નકારી રહ્યું છે અને તેને અસ્વીકાર્ય અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.

(12:34 am IST)