મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ પદે કરાયા નિયુક્ત :અનિલ બૈજલનું સ્થાન સંભાળશે

વિનય કુમાર સક્સેના હાલમાં ખાદી અને ગ્રામોદ્યોગના ચેરમેન છે

નવી દિલ્હી : અનિલ બૈજલના રાજીનામા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલનું પદ ખાલી પડ્યું હતું પરંતુ હવે નવી નિયુક્તી કરી દેવાઈ છે. સોમવારે રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ દિલ્હીના નવા ઉપરાજ્યપાલ પદે વિનય કુમાર સક્સેનાની નિયુક્તી કરી છે. વિનય કુમાર સક્સેના હાલમાં ખાદી અને ગ્રામોદ્યોગના ચેરમેન છે.  

અનિલ બૈજલે 18 મે 2022ના રોજ વ્યક્તિગત કારણોસર ઉપરાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું. ભારતીય વહીવટી સેવા (આઈએએસ)ના 1969 બેચના અધિકારી બૈજલને નજીબ જંગના અચાનક રાજીનામા બાદ ડિસેમ્બર 2016માં દિલ્હીના 21મા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

(9:02 pm IST)