મુખ્ય સમાચાર
News of Friday, 23rd October 2020

અરૂણાચલથી પાકિસ્તાન સુધી ૮ની તીવ્રતાથી ધરતી ધણધણશે

જિયોલોજિકલ-ફિઝિકલ, હિસ્ટોરિકલ ડેટાની સમીક્ષા : છેલ્લા ૪ માસમાં ઉત્તર ભારતમાં ઓછી તીવ્રતાવાળા ઘણા ભૂકંપ આવી ચૂક્યા હોઈ મોટી તીવ્રતાના ભૂકંપની આશંકા

નવી દિલ્હી, તા. ૨૨ : સમગ્ર હિમાલય ક્ષેત્રમાં આવનારા સમયમાં એક પછી એક ઘણા મોટા ભૂકંપ આવી શકે છે, જેની તીવ્રતા કે તેનાથી પણ વધુ હશે. કેમકે, સમગ્ર ક્ષેત્ર ગીચ વસ્તીવાળો છે, એટલ આટલી મોટી તીવ્રતાના ભૂકંપથી આટલા લોકોના મોત થઈ શકે છે જે પહેલા ક્યારેય કોઈ ભૂકંપમાં નથી થયા. ચેતવણી એક તાજેતરની સ્ટડીમાં આપવામા આવી છે. સ્ટડીમાં જિયોલોજિકલ, હિસ્ટોરિકલ અને જિયોફિઝિકલ ડેટાની સમીક્ષા કરી ભવિષ્યવાણી કરવામાં આવી છે. સ્ટડીમાં એક્સપર્ટસે જણાવ્યું છે કે, તેમાં કોઈ આશ્ચર્ય નહીં થાય કે, જો ભીષણ ભૂકંપ આપણા જીવનકાળમાં આવી જાય.

સ્ટડીમાં જણાવાયું છે કે, ભવિષ્યમાં હિમાલય ક્ષેત્રમાં આવનારા ભૂકંપની સીક્વન્સ એવી હોઈ શકે છે, જેવી ૨૦મી સદીમાં એલેયુટિયન ઝોનમાં હતી. ઝોન અલાસ્કાની ખાડીથી પૂર્વ રશિયાના કમચટકા સુધી ફેલાયેલો છે. સિસ્મોલોજિકલ રિસર્ચ લેટર્સ જર્નલમાં ઓગસ્ટમાં આવેલા સ્ટડીમાં પહાડોનું વિશ્વેષણ (સ્ટ્રેટિગ્રાફિક), સ્ટ્રક્ચરલ એલાનિલિસ, માટીનું વિશ્લેષણ અને રેડિયોકાર્બન એનાલિસિસ જેવા બેઝિક જિઓલોજિકલ સિદ્ધાંતોનો ઉપયોગ કરાયો છે. વિશ્લેષણો દ્વારા પ્રાગઐતિહાસિક કાળ (પ્રીહિસ્ટોરિક)માં આવેલા ભૂકંપોના ટાઈમિંગ અને તીવ્રતાનો અંદાજ લગાવતા ભવિષ્યમાં ભૂકંપના જોખમનું આંકલન કરાયું છે. સ્ટડી લખનારા સ્ટીવન જી. વોસ્નોસ્કીએ જણાવ્યું કે, 'સમગ્ર હિમાલયન ક્ષેત્ર પૂર્વમાં ભારતના અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ચિમમાં પાકિસ્તાન સુધી ફેલાયેલું છે. ભૂતકાળમાં ક્ષેત્ર મોટા ભૂકંપનો સ્ત્રોત રહી ચૂક્યો છે.' તેમણે આગળ જણાવ્યું કે, ' ભૂકંપ ફરી આવશે અને વૈજ્ઞાનિ આધાર પર કહી શકાય છે કે, જો આપણા જીવનકાળમાં આગામી ભૂકંપ આવી ગયો તો તેમાં કોઈ આશ્ચર્ય નહીં થાય.' વોસ્નોસ્કી અમેરિકાના રેને સ્થિત યુનિવર્સિટી ઓફ નવાદામાં જિઓલોજી અને સિસ્મોલોજીના પ્રોફેસર છે. વેસ્નોસ્કીએ જણાવ્યું કે, ભારતના ચંદીગઠ અને દેહરાદૂન અને નેપાળમાં કાઠમંડૂ જેવા મોટા શહેર સીધા ભૂકંપની ઝપેટમાં હશે. એટલું નહીં, ભૂકંપના ઝટકા એટલા જોરદાર હશે કે ઝટકાથી દુનિયાના સૌથી મોટા શહેરોમાંથી એક ભારતની રાજધાની દિલ્હીમાં પણ મોટી તબાહી મચી શકે છે. માત્ર દિલ્હીની વસ્તી કરોડથી વધુ છે.

ઉત્તર ભારતમાં છેલ્લા મહિનામાં ઓછી તીવ્રતાના ઘણા ભૂકંપ આવી ચૂક્યા છે. તેનાથી એવી અટકળોને બળ મળ્યું છે કે, ક્ષેત્રમાં ટૂંક સમયમાં મોટી તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. તો શું ઓછી તીવ્રતાના ભૂકંપો વારંવાર આવવા કોઈ વિનાશક ભૂકંપ આવવાનો સંકેત છે? વેસ્નોસ્કી મુજબ, વૈજ્ઞાનિકોને હજુ હળવા ભૂકંપો આવવા અને ભવિષ્યમાં કોઈ વિનાશકારી ભૂકંપની આશંકા વચ્ચે કોઈ સીધો સંબંધ નથી મળ્યો. તેમણે કહ્યું કે, ' હળવા ભૂકંપએ ભૂષણ ભૂકંપોની સરખામણીમાં હજાર ગણા નાના છે, જેનો અમે અભ્યાસ કરી રહ્યા છીએ.'

સિસ્મોલોજિસ્ટ સુપ્રિયો મિત્રા મુજબ, રિસર્ચ પણ અગાઉની સ્ટડીઝ પરથી મળે છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કોલકાતામાં અર્થ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર મિત્રાએ જણાવ્યું કે, તાજેતરના રિસર્ચમાં હિમાલયન ક્ષેત્રમાં ભૂતકાળમાં આવેલા ભૂકંપોનો વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેના પરિણામોના આધાર પર ભવિષ્યમાં આવનારા ભૂકંપો વિશે આશંકા વ્યક્ત કરાઈ છે. તેમણે કહ્યું કે, હિમાલયન ક્ષેત્રમાં ૮થી વધુ તીવ્રતાના ભૂકંપનો ખતરો રહેલો છે. તે કેટલા વર્ષ પછી આવશે, તે કોઈ જણાવી શકે તેમ નથી. મિત્રા સ્ટડીમાં સામેલ હતાં.

(12:00 am IST)