આગામી મહીનાથી 12 વર્ષના બાળકો માટેની કેડીલા કંપનીની ઝાયકોવીડ વેક્સીન બજારમાં થશે ઉપલબ્ધ
ઝાયડસ કેડીલા કંપની એક મહિનામાં 10 મિલિયન ડોઝનું ઉત્પાદન શરુ કરશે
નવી દિલ્હી : દેશભરના નાગરીકો માટે મોટા સમાચાર છે. કોવીડ-19 કાળમાં નાના બાળકો માટે ઓક્ટોબર માસથી વેક્સીનેશન શરુ થઇ જશે. ગુજરાતની કેડીલા હેલ્થ કેયર કંપનીએ પોતાની ઝાયકોવીડ ( ZyCoV-D)પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે.આ વેક્સીન વિશ્વની પહેલી DNA આધારિત વેક્સીન છે જેને ગત મહીને જ ભારતીય ઔષધ નિયંત્રણ વિભાગે મંજૂરી આપી હતી.ઓક્ટોબર મહિનાથી ઝાયડસ કેડીલા કંપની એક મહિનામાં 10 મિલિયન ડોઝનું ઉત્પાદન શરુ કરશે.
ભારતમાં આ એક માત્ર કંપની એવી છે જેને નાના બાળકો માટે વેક્સીનનું ઉત્પાદન કરવા માટે મંજૂરી મળી છે. દેશની વસતીના 1.4 બિલિયન નાગરીકોમાંથી 825.9 મિલિયન ડોઝ બાળકો માટે તૈયાર કરશે. ZyCoV-D વેક્સીન ત્રણ તબક્કામાં લેવાની રહેશે.જેનો પહેલો ડોઝ, 0 દિવસ, પછી બીજો ડોઝ 28 મા દિવસે, અને ત્રીજો અને છેલ્લો ડોઝ 56 માં દિવસે લેવાનો રહેશે.
આ વેક્સીન સોય રહિત છે અને સોય રહિત એવા વપરાશ 'ટ્રોપીસ'ની મદદથી અપાશે.જે બાળકોની ચામડી પર આપશે તેનાથી દર્દનો અહેસાસ સુદ્ધા નહિ થાય. દરમિયાન ભારતમાં વેસીનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.આજે જ એમ્સના ડિરેક્ટર ડો.ગુલેરીયાએ કહ્યું છેકે, હવે કોરોના મહામારી નથી રહી .