મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd January 2018

આ ચાવાળાને રોજ એક ઇંટ ખાવા જોઇએ છે

પટણા તા. ર૩: બિહારના ફલકા તાલુકાના પિરમોકામ ગામમાં ચંદવા બજરંગબલી મંદિર પાસે હાઇવેના કિનારેઅ ેક ચાનો ખૂમચો છે, જે સુનીલ પાસવાન નામનો ૩૦ વર્ષનો યુવક ચલાવે છે. આ ચાનો ખૂમચો સુનીલની વિચિત્ર આદતને કારણે બહુ ફેમસ છે. સુનીલ પાસવાનને ઇંગ ખાવાનું બહુ ગમતું હોવાથી તે લારી પર એક થાળીમાં ઇંટના ટુકડા કરીને સજાવી રાખે છે અને અવારનવાર મોંમાં ઇંગ ચાલ્યે રાખે છે. ભરપેટ ભોજન ખાધા પછી પણ તેને ઇંગ ચાવવાનું મન થઇ જાય છે અને દિવસમાં એકાદ ઇંટ તો ઓહિયાં કરી જ જાય છે. સુનીલની મમ્મી જમુનીદેવીનું કહેવું છે કે તે જયારે દસ વર્ષનો હતો ત્યારથી કોલસો ખાવા લાગ્યો હતો. લાખ સમજાવવા છતાં તે માન્યો નહીં. જોકે સુનીલ વીસ વર્ષનો થયો એ પછીથી કોલસાને બદલે ઇંટ ખાવાનું શરૂ કરી દીધું છે. હવે તો ઇંટ ખાવાનું તેને પેશન થઇ ગયું છે. અત્યાર સુધીમાં તેના સ્વાસ્થ્ય પર કોઇ આડઅસર દેખાતી નથી. ડોકટરોનું કહેવું છે કે ઇંટ અને માટી ખાવાને કારણે લિવર અને સ્વાદુપિંડની કામગીરી પર માઠી અસર પડે છે.

(4:01 pm IST)