મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd January 2018

રેલવેઃ આવક વધારવા માટે યાત્રીઓ પાસેથી 'વસૂલી'?

રેલવેના કર્મચારી મંડળે લગાવ્યો આરોપ

નવી દિલ્હી તા. ૨૩ : શું રેલવે પોતાની આવક વધારવા માટે ગેરકાનૂની રીતો અપવાની રહ્યું છે? આ સવાલ એક રેલવે કર્મચારી મંડળના પત્રથી ઉભો થયો છે. કર્મચારી મંડળે આરોપ લગાવ્યો કે ટિકિટ ચેક કરવા માટે ટ્રેનમાં ઉપસ્થિત કર્મચારીઓને મોટા અધિકારીઓ આ વાત માટે મજબૂર કરે છે કે આવક વધારવા માટે યાત્રીઓને ખોટી રીતે ટિકિટનો દંડ વસૂલે. રેલવે બોર્ડને ૨૧ જાન્યુઆરીએ મોકલાયેલા પત્રમાં ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશને આ આરોપ લગાવતા કહ્યું કે, આ બોર્ડના આદેશોનો ઉલ્લંઘન છે.

આ પત્રમાં કહેવાયું છે કે, રેલવે બોર્ડ તરફથી આદેશ છે કે ગેરકાનૂની રીતે યાત્રા કરી રહેલા કોઈપણ યાત્રીને આગળના સ્ટેશન સુધીની ટિકિટ આપીને આગલા સ્ટેશન પર ઉતારી દેવો જોઈએ. પરંતુ બધા જ સ્થાનીય સીસીએમ (જોનના ચીફ કમર્શિયલ મેનેજર) ટીટીઈ પર દબાણ કરે છે કે રેલવેની આવક વધારવા માટે તે યાત્રીઓ પાસેથી લાંબા અંતર સુધીના પૈસા વસૂલે. પત્રમાં લખાયું છે કે, આ રેલવે બોર્ડના આદેશોનો ખુલ્લી અવમાનના છે. અને ટીટીઈ સ્લીપર શ્રેણીમાં તેમ કરવા માટે મજબૂર હોય છે.

હકીકતમાં રેલવે બોર્ડે ૧૯ જાન્યુઆરીએ દરેક રેલવે ઝોનને સકર્યુલર જાહેર કર્યું હતું. આ સકર્યુલર સ્લીપર શ્રેણીમાં સામાન્ય જનતાને દંડ કરવાના સમયે ટીટીઈ દ્વારા લાંચ લેવાની ફરિયાદ સંબંધમાં જારી કરવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ બાદમાં તે પત્રને રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાણીની દખલ બાદ પાછો લેવામાં આવ્યો. પત્રમાં બધા ઝોનના તકેદારી અધિકારીઓ અને રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા આ આરોપના સંબંધમાં અભિયાન ચલાવવાનો નિર્દેશ કર્યો છે.

મંડળને પત્ર પર આપત્તિ દર્શાવી હતી અને કહ્યું હતું કે ભ્રષ્ટ કહેવાતા ટિકિટ ચેક કરનારા કર્મચારીઓને દુખ થયું છે. તેમણે પત્રને તરત જ પાછો લેવાની માંગણી કરી હતી. પત્રમાં રેલવે સંઘના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે સ્થાનીક અધિકારીઓ ટીટીઈ પર ટાર્ગેટ હાંસિલ કરવા માટે દબાણ બનાવે છે જેને પ્રાપ્ત કરવો સંભવ નથી.(૨૧.૬)

(9:38 am IST)