મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

યુ.પી.ના સોનભદ્ર અને મીરઝાપુરને પીવાનું શુદ્ધપાણી મળશે : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ વીડિયયો કોન્‍ફરન્‍સથી ગ્રામીણ પૈયજળ પ્રોજેકટનો શિલાન્‍યાસ કર્યો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સોનભદ્ર અને મિર્ઝાપુર માટે 23 ગ્રામીણ પાઈપ પેયજળ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. સીએમ યોગી જનપદ સોનભદ્રથી આયોજનમાં સામેલ થયા. લગભગ 5500 કરોડના ખર્ચે યોજનાઓથી લગભગ 42 લાખની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પીવાના પાણીની સમસ્યા ઝેલી રહેલા વિંધ્ય ક્ષેત્રના લોકોને પ્રોજેક્ટ શરૂ થવાથી ઘણો લાભ થશે.

  અવસરે પીએમ મોદીએ કહ્યું કે વિંધ્ય પર્વતનો વિસ્તાર પ્રાચીનકાળથી વિશ્વાસ, પવિત્રતા, આસ્થાનું એક મોટું કેન્દ્ર રહ્યું છે. રહીમદાસજીએ પણ કહ્યું છે કે "જા પર વિપદા પરત હૈ, સો આવત એહીં દેસ". આઝાદીના દાયકાઓ બાદ પણ વિસ્તાર ઉપેક્ષાનો શિકાર રહ્યો છે. સંપૂર્ણ વિસ્તાર સંસાધનો છતાં અભાવનું ક્ષેત્ર બની ગયું. આટલી નદીઓ હોવા છતાં વિસ્તારની ઓળખ સૌથી વધુ તરસ્યા, દુષ્કાળ પ્રભાવિત વિસ્તાર તરીકેની રહી.

(2:18 pm IST)