મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

ગ્વાલિયરમાં કોવિડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ ભભૂકી : . વેંટિલેટરવાળા દર્દીઓને બેડ સહિત શિફ્ટ કરાયા

છત પરથી સળગતી લાઈટ એક બેડ પર પડી અને આગ પકડી લીધી

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કોવિડ હોસ્પિટલના ઈંટેસિવ કેયર યુનિટમાં આગ લાગી ગઈ છે. આગની ઘટના બાદ હોસ્પિટલમાં દોડાદોડી થઈ ગઈ હતી. ત્યારે અહીં દાખલ દર્દીઓ પોતાનો જીવ બચાવવા માટે અહીંથી તહીં ભાગી રહ્યા હતા.

 શનિવારે બપોરે લગભગ બે કલાકની આસપાસ ત્રીજા માળે એક બેડમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગવાને કારણે સીલિંગમાં લાગેલી લાઈટમાં શોર્ટ સર્કિટ થઈ ગયું હતું. છત પરથી સળગતી લાઈટ એક બેડ પર પડી હતી, અને આગ પકડી લીધી હતી. જોતજોતામાં આ આગ ઘણી ફેલાઈ ગઈ હતી. ત્યારે આ ઘટનાને જોઈને ત્યાં હાજર દર્દીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઉતાવળમાં આ દર્દીઓને સેકન્ડ ફ્લોરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. વેંટિલેટરવાળા દર્દીઓને બેડ સહિત શિફ્ટ કરવામાં હોસ્પિટલ સ્ટાફને ખૂબ મહેનત કરવી પડી હતી.

(12:10 am IST)