મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

ગૃહમંત્રી અમિતભાઇ શાહનું મિશન તામિલનાડુ ચેન્નાઈમાં એરપોર્ટ બહાર સમર્થકોની ભીડ:અભિવાદન કરવા પગપાળા ચાલવા લાગ્યા

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને મળવા સાથે કરુણાનિધિના પુત્ર અલાગિરી અને સુપર સ્ટાર રજનીકાંતને પણ મળશે: નવા સમીકરણોની અટકળ

ચેન્નાઇ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મિશન તામિલનાડુ માટે બે દિવસના પ્રવાસે પહોંચ્યા છે પશ્ચિમ બંગાળની સાથે 6 મહિનામાં તામિલનાડુમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ચૂંટણી પહેલા ભાજપના શાસક પક્ષ AIADMK (અન્નાદ્રમુક) વચ્ચે મતભેદોના અહેવાલના સમયે અમિતભાઈ  શાહનો આ પ્રવાસ બહુ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જેમાં તેઓ સીએમ-ડે ,સીએમ CM, Dy.CMને મળવાના જ છે. સાથે DMKના દિવંગત નેતા કરુણાનિધિના પુત્ર અલાગિરી અને સુપર સ્ટાર રજનીકાંતને પણ મળશે. જેના લીધે રાજ્યમાં નવા સમીકરણો રચાવા મામલે અત્યારથી અટકળો થવા લાગી છે.

ચેન્નાઇ હવાઇ મથકે CM પલાનીસ્વામી, ઉપ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમ સહિત ભાજપ પ્રદેશ પ્રદેશ પ્રમુખ એલ મુરુગને શાહનું ભવ્ય સ્વાગતકર્યું હતું. એરપોર્ટની બહાર ઉભા રહેલા પોતાના સમર્થકોનું અભિવાદન કરતા અમિત શાહ પ્રોટોકોલનું ભંગ કરી ચાલતા-ચાલતા રોડ પર આવી ગયા હતા.

 

અમિતભાઈ  શાહ બે આગામી વર્ષે તામિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારી માટે બે દિવસ આવ્યા છે. જેમાં તેઓ સ્થાનિક નેતાઓ સાથે રણનીતિની ચર્ચા કરશે અને ભાજપ કાર્યકરોને સંબોધન કરશે.

શાહ તદઉપરાંત ચેન્નાઇના એક નવા જળાશયનું ઉદઘાટન કરશે અને ચેન્નાઇ મેટ્રોના બીજા તબક્કાના આશરે 67 હજાર કરોડ રુપિયાના પ્રોજેક્ટનું શિલાન્યાસ પણ કરશે.

તાજેતરમાં ભાજપ અને અન્નાદ્રમુક વચ્ચે વેલિ વેલ યાત્રા અને એમજી રામચંદ્રનની તસવીરોના ઉપયોગને લીધે મતભેદો સર્જાયા હોવાના અહેવાલ છે. ભાજપની 6 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી તામિલનાડુમાં વેત્રિ વેલ યાત્રા કાઢવાની યોજના હતી.પરંતુ NDAના સાથી અને રાજ્યના શાસક પક્ષ અન્નાદ્રમુકે કોરોનાને ધ્યાનમાં રાખી યાત્રા યોજવાની પરવાનગી આપી નહીં. જેની સામે ભાજપે આરોપ મૂક્યો કે કેટલાક પક્ષોના હિન્દુ વિરોધી એજન્ડાને કારણે તેની વાર્ષિક યાત્રાને રોકવામાં આવી રહી છે.

વેત્રિ વેલ યાત્રા ભગવાન મુરુગાના સન્માનમાં રાજ્યભરમાં નીકળનારી શોભા યાત્રા હતી. જે ખરેખર તો ભાજપનું તામલિનાડુમાં શક્તિપ્રદર્શન દર્શાવવા માટેની હોવાનું રાજકીય વર્તુળોમાં મનાતુ હતું.

તામિલનાડુમાં 6 મહિના બાદ આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જે પૂર્વ મૂક્યમંત્રી અને DMKના સ્થાપક નેતા કરુણાનિધિની નિધન બાદ પ્રથમ ચૂંટણી છે. યાત્રા રદ કરાતા ભાજપે પોતાના ચૂંટણી પ્રચારના વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે AIADMKના સ્થાપક એમજી રામચંદ્રનના ચેહરાનો ઉપયોગ કર્યો. જેના કારણે અન્નાદ્રમુક નારાજ થયો છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચેન્નાઇ પ્રવાસમાં પૂર્વ સીએમ અને દ્રમુક સ્થાપક કરુણાનિધિના મોટા પુત્ર એમ અલાગિરિને પણ મળવાના છે. હાલમાં ભાજપનો સાથી પક્ષ અન્નાદ્રમુકના છે.

 અન્નાદ્રમુકમાં ઉપેક્ષા થતાં અલાગિરિએ અલગ પક્ષની રચના કરી છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ કલેનાર ડીએમકે પાર્ટી સાથે મળી ચૂંટણી લડી શકે છેસ્થાનિક રાજકીય પંડિતોનું માનવું છે કે કેડીએમકી સાથે હાથ મિલાવવાથી ભાજપને ફાયદો થાય કે ન થાય પરંતુ મુખ્ય વિપક્ષ ડીએમકેને નુકસાન જરુર પહોંચશે. જો કે ડીએમકેના નુકસાનમાં પણ ભાજપને પોતાનો ફાયદો જ દેખાઇ રહ્યો છે.કારણ કે તેનાથી તેના સાથી પક્ષ અન્નાદ્રમુકને મદદ મળશે. કારણ કે તામિલનાડુમાં ભાજપનો કોઇ જનાધાર નથી. તેથી દ્રવિડ પાર્ટીને સાથે રાખી ભાજપ રાજ્યમાં પોતાનું વર્ચસ્વ વધારવાની આશા રાખી રહ્યો છે

 . તામિલનાડુમાં 2016માં 232 બેઠકો માટે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં AIADMKને 134 બેઠકો મળી હતી. જ્યારે DMKએ 89 સીટો કબજે કરી હતી. ભાજપને એક પણ બેઠક મળી નહતીપરંતુ તેને 2.86 ટકા વોટ મળ્યા હતા. જેને વધારવાની ભાજપની યોજના છે. પરિણામે ભાજપ રાજ્યમાં પોતાની હાજરી નોંધાવવા માટે દરેક ઉપાયો અજમાવી રહ્યો છે. જેમાં સાથી પક્ષ સાથે ભાથ ભીડવાથી પણ બચી રહ્યો નથી.છેલ્લા 4 વર્ષોમાં ભાજપે આની તૈયારી કરી છે. જેના ભાગ રુપે દરેક ટીવી ડિબેટમાં તેનો એક નેતા જરુર હાજર હોય છે

(12:00 am IST)