મુખ્ય સમાચાર
News of Friday, 22nd October 2021

પાકિસ્તાનની ક્રુરતાનું વધુ એક બિહામણું રૂપ : બાળકો પાસે ભીખ મંગાવવા જાણીજોઈને બનાવાય છે અપંગ

ઘણી ગુનાહિત ગેંગ અને કેટલાક લોભી માતાપિતા પણ જન્મ પછી તરત જ લોખંડના માસ્કથી બાંધીને તેમના સામાન્ય બાળકનો ચહેરો બરબાદ કરી નાખે છે.

નવી દિલ્હી : પાકિસ્તાન વધતી મોંઘવારીના કારણે ચર્ચામાં છે.ત્યારે દેશમાં રેટ ચીલ્ડ્રેન  અથવા ઉંદરોની ચર્ચાએ વેગ પકડ્યો છે. આ બાળકોને જાણીજોઈને અપંગ બનાવવામાં આવે છે. ત્યાર બાદ તેમને ભીખ માંગવામાં આવે છે.

 

ભારતના પડોશી દેશ પાકિસ્તાનની અનેક હરકતો એવી છે કે લોહી ઉકળી જાય. આ દેશમાં પરંપરાના નામે મહિલાઓથી લઈને બાળકોને ત્રાસ આપવામાં આવે છે. હવે આ દેશની આવી પરંપરા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે, જે લોકોને ચોંકાવી દેશે

 

પાકિસ્તાનમાં આવા ચહેરા સાથે જન્મેલા બાળકોને અગાઉ બીમારીને કારણે પૈસા મળતા હતા. પરંતુ હવે ઘણી ગુનાહિત ગેંગ અને કેટલાક લોભી માતાપિતા પણ જન્મ પછી તરત જ લોખંડના માસ્કથી બાંધીને તેમના સામાન્ય બાળકનો ચહેરો બરબાદ કરી નાખે છે. કેટલીક ગેંગો બાળકોનું અપહરણ પણ કરે છે અને તેમને ઉંદર બાળકો બનાવીને ભીખ મંગાવે છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પરંપરા ક્યાંથી શરૂ થઈ?

પાકિસ્તાનમાં આ વિભત્સ પરંપરાને 17મી સદીથી હાથ ધરવામાં આવી છે. કહેવાય છે કે એ સદીમાં એક મુસ્લિમ ધાર્મિક ગુરુ હતો જે બાળકોના કપાળ પર શણગાર માટે હેલ્મેટ પહેરતા હતા. આ હેલ્મેટને તેની સંભાળ તરીકે જોવામાં આવતું હતું. તેના બદલામાં આ બાળકો તેમના માટે ભીખ માંગતા હતા. આ ધાર્મિક ગુરુ ઘણા બાંજ માતાપિતાને બાળકો માટે આશીર્વાદ આપતા હતા એ શરતે કે તેઓએ પોતાનું પહેલું બાળક દાન કરવું પડશે.

(10:01 pm IST)