મુખ્ય સમાચાર
News of Friday, 22nd October 2021

પાસપોર્ટ જપ્ત કરવો તે બાબત વ્યક્તિ સ્વાતંત્ર્યના ભંગ સમાન છે : ફિલ્મ નિર્માતા મહિલા લીના મનીમેકલાઈનો પાસપોર્ટ જપ્ત કરવાનો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટનો આદેશ ચેન્નાઇ સેશન કોર્ટે રદ કર્યો : મહિલા વિરુદ્ધનો ક્રિમિનલ કેસ પડતર છે તેથી તેનો પાસપોર્ટ જપ્ત કરી શકાય નહીં

ચેન્નાઇ : ચેન્નાઇ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ફિલ્મ નિર્માતા મહિલા લીના મનીમેકલાઈનો પાસપોર્ટ જપ્ત કરવાનો પાસપોર્ટ ઓફિસને આદેશ કર્યો હતો.જે ચેન્નાઇ સેશન કોર્ટે 20 ઓક્ટોબરના રોજ રદ કર્યો છે.

 ઉલ્લેખનીય છે કે 2018 ની સાલમાં ચાલી રહેલા ' મી ટુ ' અભિયાન હેઠળ  ફિલ્મ નિર્માતા મહિલા લીના મનીમેકલાઈએ ફિલ્મ ડિરેક્ટર સુશી ગણેશને પોતાનું સેક્સી શોષણ કર્યું હતું તેવો આરોપ લગાવ્યો હતો.જેના અનુસંધાને 2019 ની સાલમાં સુશી ગણેશને લીના વિરુદ્ધ ક્રિમિનલ કેસ કર્યો હતો.

આ કેસ પડતર હોવાથી તેનો પાસપોર્ટ જપ્ત  કરવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટએ પાસપોર્ટ ઓફિસને આદેશ કર્યો હતો. કેસ પડતર હોવાથી મહિલાનો પાસપોર્ટ જપ્ત કરવાના  મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશને રદ કરતો ચુકાદો ચેન્નાઇ સેશન કોર્ટે રદ કર્યો છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(9:11 pm IST)