મુખ્ય સમાચાર
News of Sunday, 22nd May 2022

NET પ્રોસેસ અને ફી પેમેન્ટની તારીખ 30 મે 2022 સુધી લંબાવવાનો નિર્ણય

ઉમેદવારોના પ્રતિનિધિઓની રજૂઆત સાંભળ્યા બાદ યુજીસી નેટ ડિસેમ્બર 2021 અને જુન 222 માટે ઓનલાઈન અરજીની ત્રિખ લંબાવાઈ

નવી દિલ્હી ;  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. યુજીસીના ચેરમેન મામિદલા જગદેશ કુમારે એવી જાહેરાત કરી કે યુજીસી-નીટ ડિસેમ્બર 2021 અને જુન 2022 માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ અને ફી પેમેન્ટ માટેની તારીખ લંબાવીને હવે 30 મે 2022 સુધી કરી દીધી છે. 

રવિવારે યુજીસીના ચેરમેન જગદેશ કુમારે એવું જણાવ્યું કે ઉમેદવારોના પ્રતિનિધિઓની રજૂઆત સાંભળ્યા બાદ યુજીસી નેટ ડિસેમ્બર 2021 અને જુન 222 માટે ઓનલાઈન અરજી રજૂ કરવાની તારીખ 30 મે 2022 સુધી લંબાવવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે 20 એપ્રિલે યુજીસી નેટ 2022 માટેની રજિસ્ટ્રેશન પ્રોસેસ શરુ થઈ હતી. આ પહેલા યુજીસી નેટ 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 મે રાખવામાં આવી હતી પરંતુ હવે તેને લંબાવીને 30 મે કરવામાં આવી છે.

યુજીસીની સત્તાવાર સૂચના અનુસાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) ડિસેમ્બર 2021 અને જૂન 2022 માટે યુજીસી-નેટ પરીક્ષાઓ જૂનમાં મર્જ કરેલા ચક્રમાં એકસાથે લેશે. અગાઉ, યુજીસીના અધ્યક્ષે જાહેરાત કરી હતી કે યુજીસી-નેટ પરીક્ષાઓ જૂન 2022 ના પહેલા અથવા બીજા અઠવાડિયામાં લેવામાં આવશે. યુજીસી નેટ 2022 ની પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે - સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી, અને બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી.

 

(9:32 pm IST)