મુખ્ય સમાચાર
News of Sunday, 22nd May 2022

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવાની ચર્ચા જોરશોરથી

છત્તીસગઢના સંસદીય કાર્યમંત્રી રવિન્દ્ર ચૌબે પ્રિયંકા ગાંધીના રાજ્યસભા જવાના નિર્ણયનું સ્વાગત કર્યું

નવી દિલ્‍હી : કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવાની ચર્ચા હાલ જોરશોરથી ચાલી રહી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રિયંકાને કોંગ્રેસ શાસિત રાજ્ય છત્તીસગઢથી રાજ્યસભાવી ટિકિટ મળી શકે છે. આપને જણાવી દઈએ કે, છત્તીસગઢમાંથી રાજ્યસભાની બે સીટો ખાલી થવા જઈ રહી છે. આ બંનેમાંથી એક સીટ પર ચર્ચા એવી ચાલી રહી છે કે, કોંગ્રેસ અહીંથી પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલી શકે છે. છત્તીસગઢના સંસદીય કાર્યમંત્રી રવિન્દ્ર ચૌબે પ્રિયંકા ગાંધીના રાજ્યસભા જવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ચૌબેએ ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે, પ્રિયંકાજી જો રાજ્યસભામાં જવા ઈચ્છે છે, તો આ રાજ્ય તેમના માટે સૌથી સારુ છે, કારણ કે, અમે અહીં પૂર્ણ બહુમતમાં છીએ, જો કે, આ નિર્ણય હાઈકમાન્ડ કરશે.

વિધાનસભામાં વિપક્ષના નેતા ધરમલાલ કૌશિકે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આતો છત્તીસગઢના લોકોનો હક મારવા બરાબર છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ક્યાં સુધી કોઈ બીજાનો હક મારતી રહેશે. કૌશિકે કહ્યું કે, જુએ કોણ અહીંથી જાય છે અને નથી જતું એતો કોંગ્રેસનો આંતરિક મામલો છે, પણ તો પછી તેઓ એવું શું કામ કહે છે કે, છત્તીસગઢીઓ માટે કામ કરે છે. આજે અહીં જે પણ મોટા મોટા કામ કરવામાં આવે છે, તેનો લાભ બહારના મોટો મોટા લોકોને આપવામાં આવે છે. આજે તેમને રાજ્યસભાની સીટ માટે જુઓ છત્તીસગઢમાં રાજ્યસભા સાંસદ માટે લોકો નથી મળતા. બહારથી લોકોને નામાંકિત કરવા પડે  છે. બહારના લોકોના નામ જવાથી છત્તસીગઢનો હક મારવા બરાબર છે. રવિન્દ્ર ચૌબેએ કહ્યું કે, મને લાગે છે કે, ભારતીય જનતા પાર્ટીની છત્તીસગઢમાં એટલી ઔકાત નથી કે, તેઓ રાજ્યસભા માટે કોઈ પણ પ્રકારની શિખામણ અમને આપે.

(4:13 pm IST)