મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd March 2023

મહામારી પછી અન્‍ય દેશોની સરખામણીમાં મજબૂત સ્‍થિતીમાં છે ભારત

રીઝર્વ બેંકનો રિપોર્ટ

મુંબઇ તા. રરઃ ભારતીય અર્થવ્‍યવસ્‍થા આગામી પડકારજનક વર્ષમાં આગળ વધવા માટે વિશ્‍વના ઘણાં ભાગો કરતા વધુ સારી સ્‍થિતિમાં છે. રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડીયા (આરબીઆઇ) એ મંગળવારે તેના સ્‍ટેટ ઓફ ધ ઇકોનોમી રિપોર્ટમાં આમ કહ્યું ‘‘વૈશ્‍વિક વિકાસ ર૦ર૩માં ધીમો પડવાની અથવા તો મંદીમાં પ્રવેશવાની તૈયારીમાં હોવા છતાં પણ ભારત મહામારીના વર્ષોમાં વિચાર્યું હતું તેના કરતા વધુ મજબુત રીતે બહાર આવ્‍યું છે.''

રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતની આર્થિક પ્રવૃતિ પર અમેરિકન બેંકીંગ કટોકટીની સીધી અસર મર્યાદિત હોઇ શકે છે પણ બજારો કડક નાણાંકીય સ્‍થિતિ માટે તૈયાર હતા.જો કે રિપોર્ટમાં ફુગાવા બાબતે ચિંતા વ્‍યકત કરાઇ છે રિપોર્ટમાં કહેવાયું છે કે જયારે કન્‍ઝયુમર પ્રાઇઝ ઇન્‍ડેક્ષ આધારીત ફુગાવો ફેબ્રુઆરીમાં થોડો નરમ પડયો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે તે એલીવેટેડ રહ્યો હતો.

રિપોર્ટમાં ખાનગી વપરાશમાં મંદીનો પણ ઉલ્લેખ કરતા કહેવાયું છે કે, ખાનગી વપરાશ વધુ નીચે આવી શકે છે.

(4:53 pm IST)