મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd March 2023

બે અવિશ્વાસ પ્રસ્‍તાવ સામે ફ્રેન્‍ચ રાષ્‍ટ્રપતિ મેક્રોનની જીત

વિવાદાસ્‍પદ પેન્‍શન સુધારા પર આવ્‍યા હતા અવિશ્વાસ પ્રસ્‍તાવઃ દેશભરમાં સડક પર ઉતરી આવ્‍યા લોકો

પેરીસઃ ફ્રેન્‍ચ રાષ્‍ટ્રપતિ ઈમેન્‍યુએલ મેક્રોન સોમવારે સંસદમાં બે અવિશ્વાસ પ્રસ્‍તાવમાં બચી ગયા હતા. આ પછી દેશભરમાં વિરોધ ફાટી નીકળ્‍યો હતો. પોલીસે સોમવાર સાંજે સુધીમાં ૨૦૦ લોકોની ધરપકડ કરી હતી. સોમવારે રાત્રે સુરક્ષાદળો અને વિરોધીઓ વચ્‍ચે ગતિરોધ પછી પોલીસે માત્ર પેરીસમાં જ ૨૩૪ લોકોની ધરપકડ કરી હતી.

(3:21 pm IST)