મુખ્ય સમાચાર
News of Thursday, 22nd February 2018

યુ.એસ.માં આલ્‍ફ્રેડ પી.સ્‍લોન ફાઉન્‍ડેશન દ્વારા ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ૧૨૮ ફેલોમાં ૧ ડઝન ઉપરાંત ઇન્‍ડિયન અમેરિકનઃ કેમિસ્‍ટ્રી, કોમ્‍યુટર સાયન્‍સ, ફીઝીકસ, મેથેમેટીકસ, સહિતના ૭ ક્ષેત્રોમાં સંશોધન કરવા બદલ પસંદગીઃ તમામ ફેલોને સંશોધન આગળ વધારવા ૬૫૦૦૦ ડોલર અપાશે

બોસ્‍ટનઃ યુ.એસ.માં કેમિસ્‍ટ્રી, કોમ્‍યુટર સાયન્‍સ, ઇકોનોમિકસ, ન્‍યુરો સાયન્‍સ, ઓશિઅન સાયન્‍સ, ફીઝીકસ, કોમ્‍યુટેશ્‍નલ એન્‍ડ ઇવોલ્‍યુશ્‍નરી મોલેકયુલર બાયોલોજી, સહિતના ૭ ક્ષેત્રોમાં ફેલોશીપ આપતા આલ્‍ફ્રેડ પી સ્‍લોન ફાઉન્‍ડેશન દ્વારા ૨૦૧૮ની સાલ માટે જાહેર કરાયેલા ફેલોમાં કેટલાંક ઇન્‍ડિયન અમેરિકન વૈજ્ઞાનિકો તથા સંશોધકોએ સ્‍થાન મેળવ્‍યું છે. જે પૈકી ફીઝીકસ તથા ન્‍યુરોસાયન્‍સ કેટેગરીમાં વધુ ઇન્‍ડિયન અમેરિકન સંશોધકોએ હીર ઝળકાવ્‍યું છે.

૨૦૧૮ની સાલ માટે જાહેર કરાયેલા ૧૨૮ ફેલોમાં સ્‍થાન મેળવનાર ઇન્‍ડિયન અમેરિકન સંશોધકોમાં બોસ્‍ટન યુનિવર્સિટીના સુશ્રી અનુશ્‍યા ચંદ્રન, યુનિવર્સિટી ઓફ વોશીંગ્‍ટનના સુશ્રી આર્કા મજુમદાર, તથા યુનિવર્સિટી ઓફ ટોરોન્‍ટોના શ્રી અમર વુથાએ ફીઝીકસ કેટેગરીમાં ફેલોશીપ મેળવી છે. કેમિસ્‍ટ્રીમાં શ્રી રાજમણી ગાઉન્‍ડર, તથા શ્રી વેંકટ વિશ્વનાથન, કોમ્‍યુટેશ્‍નલ એન્‍ડ ઇવોન્‍લ્‍યુશ્‍નરી મોલેકયુલર બાયોલોજી કેટેગરીમાં સુશ્રી નિધિ સાહની, કોમ્‍યુટર સાયન્‍સમાં શ્રી કાર્તિક શ્રીધરન ઇકોનોમિકસ સેકશનમાં શ્રી અરૂણ ચંદ્રશેખર તથા સુશ્રી સુપ્રિત કૌર, મેથેમેટીકસમાં શ્રી જેન્‍નીફર બાલાક્રિશ્‍ન, તથા શ્રી અરૂણ શાંકાર, તથા ઓશિઅન સાયન્‍સ વિભાગમાં શ્રી વિનાયક અગરવાલની ફેલો તરીકે પસંદગી થઇ છે.

ફેલો તરીકે પસંદ થયેલા વિજેતાઓને આગામી ૨ વર્ષ દરમિયાન સંશોધન આગળ વધારવા માટે ૬૫૦૦૦ ડોલર અપાશે.

(9:24 pm IST)