મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

‘ચલો બુલાવા આયા હૈ... માતાને બુલાયા હૈ...’ ભજનના ગાયક નરેન્દ્ર ચંચલનું અવસાનઃ ૩ મહિનાથી દિલ્હીની ઍપોલો હોસ્પિટલમાં સારવારમાં હતા

મુંબઇઃ ભજન સમ્રાટ તરીકે જાણીતા ગાયક નરેન્દ્ર ચંચલનું આજે દિલ્હીમાં અવસાન થઈ ગયું છે. તેઓ 80 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. છેલ્લા 3 મહિનાથી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

નરેન્દ્ર ચંચલે આજે બપોરે 12:15 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ માતાના ભજનો ગાવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા હતા. તેમણે અનેક ફિલ્મોમાં પણ ભજન ગાયક તરીકે રજૂઆત કરી છે.

ચલો બુલાવા આયા હૈમાતાને બુલાયા હૈ”, જે તેમનું સૌથી પ્રખ્યાત ભજન હતું. નરેન્દ્ર ચંચલ બાળપણથી જ પોતાની માતા પાસેથી માતાજીના ભજનો સાંભળતા હતા. માતાજીના ભજનો સાંભળીને તેમના પણ ભજનો ગાવાનો રસ જાગ્યો હતો.

સૌ પ્રથમ માતા પાસેથી શીખ્યા બાદ નરેન્દ્ર ચંચલે પ્રેમ ત્રિખા પાસેથી સંગીતની તાલી મેળવી અને પચી તેઓ ભજન ગાવા લાગ્યા હતા. તેમણે માત્ર શાસ્ત્રીય સંગીત જ નહીં, પરંતુ લોક સંગીતમાં પણ આગવી ઓળખ ઉભી કરી છે.

1973માં તેમણે બૉબી ફિલ્મમાં એક ગીત ગાયું હતું. આ ફિલ્મમાં બેશક મંદિર તોડો, મસ્જિદ તોડો ગીતને પોતાનો અવાજ આપ્યો હતો. જે બાદ આ ગીત લોકપ્રિય બન્યું હતું. જે બાદ નરેન્દ્ર ચંચલનું નામ બોલિવૂડમાં છવાઈ ગયું હતુ. તાજેતરમાં જ નરેન્દ્ર ચંચલે કોરોના પણ પણ એક ગીતને પોતાનો અવાજ આપ્યો હતો. જે ખૂબ જ વાયરલ થયું હતું.

(4:52 pm IST)