મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

વકીલો હવે કોર્ટમાં રૂબરૂ હાજર થવાને બદલે વર્ચ્યઅલ સુનાવણી પણ કરી શકશે : આ માટે અગાઉથી જાણ કરવાની રહેશે : ફિઝિકલ તથા વર્ચ્યુઅલ બંને માટે હાઈબ્રીડ સિસ્ટમ અમલી : દિલ્હી હાઇકોર્ટનીચોખવટ

ન્યુદિલ્હી : વર્તમાન કોવિદ -19 સંજોગોમાં લાંબા સમય સુધી વકીલો માટે કોર્ટમાં રૂબરૂ આવી કેસ અંગે સુનાવણી ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો.જેમાં ફેરફાર કરીને રૂબરૂ આવવાની મંજૂરી અપાઈ હતી.તેમછતાં જે વકીલો વર્ચ્યઅલ સુનાવણીમાં ભાગ લેવા માંગતા હશે તેઓ હવે નવી હાઈબ્રીડ સિસ્ટમ મુજબ વર્ચ્યઅલ સુનાવણીમાં પણ જોડાઈ શકશે.અલબત્ત ,આ માટે તેઓએ અગાઉથી મંજૂરી લેવાની રહેશે.તેમની માફક તેમના અસીલો પણ વર્ચ્યુઅલ સુનાવણી સમયે જોડાઈ શકશે.તેવી ચોખવટ દિલ્હી હાઇકોર્ટએ પોતાના 14 જાન્યુઆરીના પરિપત્રના અનુસંધાને કરી છે.

અગાઉ કરાયેલી ચોખવટ મુજબ રૂબરૂ સુનાવણી માટે કોવિદ -19 ના નિયમોનું પાલન કરવાનું રહેશે.કોર્ટમાં પણ વકીલો ,અસીલો ,જજ ,તથા સ્ટાફ માટે કાચના પિટિશન દ્વારા તેઓને અલગ પાડવાની જોગવાઈ કરવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:50 pm IST)