મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

યુ.પી.એસ.સી.પરીક્ષા માટે વધુ એક મોકો આપવાનો કેન્દ્ર સરકારનો ઇન્કાર : ઓક્ટોબર માસમાં લેવાયેલી પરીક્ષા સમયે કોવિદ -19 ના કારણે ઘણાં ઉમેદવારો પરીક્ષા આપી શક્યા નથી : સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પિટિશન મામલે ઉમેદવારોની માંગણી કેન્દ્ર સરકારે ફગાવી : લેખિત એફિડેવિટ આપવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની સૂચના : આગામી મુદત 25 જાન્યુઆરીના રોજ

ન્યુદિલ્હી : તાજેતરમાં ઓક્ટોબર 2020 માં યુ.પી.એસ.સી.પરીક્ષા લેવાનું સમગ્ર દેશમાં આયોજન કરાયું હતું.પરંતુ કોવિદ -19 સંજોગોને કારણે ઘણા ઉમેદવારો પરીક્ષા આપવા જઈ શક્યા  નહોતા.જે પૈકી અમુક ઉમેદવારો માટે તે છેલ્લી ટ્રાયલ હતી.તેથી ઉપરોક્ત સંજોગોમાં તેઓને વધુ એક ટ્રાયલ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરાઈ હતી.

જેના અનુસંધાને કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડવોકેટે જણાવ્યું હતું કે સરકારે વધુ એક ટ્રાયલ આપવાનો ઇન્કાર કર્યો છે.
આથી નામદાર કોર્ટએ આ અંગે લેખિત એફિડેવિટ આપવાની સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે યુ.પી.એસ.સી.પરીક્ષામાં જનરલ ઉમેદવારો માટે 32 વર્ષ સુધીની ઉંમરમાં વધુમાં વધુ 6 ટ્રાયલ, ઓબીસી ઉમેદવારો માટે 35 વર્ષની ઉંમર સુધીમાં 9 ટ્રાયલ ,તથા એસ.સી.એસ.ટી.ઉમેદવારો માટે 37 વર્ષની  ઉંમર સુધીમાં 9 ટ્રાયલની જોગવાઈ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા  મળે છે.

(1:33 pm IST)