મુખ્ય સમાચાર
News of Sunday, 21st November 2021

US ના કેલિફોનિયાના એક વ્‍યસ્‍ત હાઇવે પર થયો નોટોનો વરસાદ

વાયરલ થયેલા વીડીયોમાં લોકો રસ્‍તા પર ગાડીમાંથી ઉતરીને નોટો વીણતા નજરે પડે છે

કેલિફોર્નિયા: US ના કેલિફોર્નિયાના એક વ્યસ્ત હાઇવે ચર્ચામાં આવી ગયો છે કારણ કે રસ્તા પર અચાનક નોટો વરસવા લાગી. એક વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે લોકો કેવી રીતે ગાડી રોકીને નોટો ઉઠાવી રહ્યા છે.

કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ ના પ્રવક્તાએ સીએનએનને જણાવ્યું કે હાઇવે પર કેશમાં ઘણી નોટો પડી હતી અને લોકોએ ગાડીઓને રોકીને હાઇવે સંપૂર્ણપણે જામ કરી દીધો અને બેગમાં કેશ ભરવા લાગ્યા. હાઇવેના પ્રવક્તાના અનુસાર બે લોકોએ તેમની કારોમાં બંધ કરીને અને લેન્સ (Lanes) ને બ્લોક કરવાના લીધે ઘટનાસ્થળ પર જ હાથકડીમાં રાખવામાં આવ્યા હતા.

CHP ના પ્રવક્તાના અનુસાર 'અમે એફબીઆઇની સાથે કામ કરી રહ્યા છીએ. આ એક સંયુક્ત તપાસ છે અને જો તમે કોઇ કેશ ઉઠાવી છે, તો હું સલાહ આપું છું કે તમે તેને તાત્કાલિક CHP ઓફિસમાં પરત કરી દો કારણ કે અમારી પાસે એક્શન લેવા માટે ઘણા બધા પુરાવા છે.

તેમાંથી કેટલાક વીડિયોના ઘણા સ્ક્રીનશોટ સીએચપી તરફથી શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા, જે એફબીઆઇ સાથે ઘટનાની તપાસ કરી રહ્યા હતા. એજન્સીએ કહ્યું કે તે ફોટામાં મોતર ચાલકોની ઓળખ નિર્ધારીત કરવાનો પ્રયત્ન કરી રહી હતી અને તેમાં 'સંભવિત અપરાધિક આરોપોથી બચવા માટે' 48 કલાકની અંદર પૈસા પરત કરવાનો આગ્રહ કર્યો છે.

(12:24 pm IST)