મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

કેલિફોર્નિયામાં ભયાનક આગ: 65 હજાર એકર જમીનમાં આગ ફેલાઈ : 700 ફાયર ફાયટર આગ બુજાવામાં વ્યસ્ત

જંગલના ૮૬ ઢાંચાં બળીને ખાક થઈ ગયા: અંદાજે 25 હજાર લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા

કેલિફોર્નિયામાં ભયાનક આગ ફાટી નીકળતા દિલ્હી કરતાં બમણો વિસ્તાર બળીને ખાક થઈ ગયો હતો. અંદાજે ૬૫ હજાર એકરમાં આગ ફેલાઈ જતાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા માટે ૭૦૦ જેટલાં ફાયર ફાઈટર્સ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.

કેલિફોર્નિયાના ફોરેસ્ટ એન્ડ ફાયર પ્રોટેક્શન વિભાગે કહ્યું હતું કે આગના કારણે જંગલના ૮૬ ઢાંચાં બળીને ખાક થઈ ગયા છે. આગ લગભગ ૬૫ હજાર એકરમાં ફેલાઈ ગઈ છે. જંગલ વિસ્તારમાં રહેતા ૨૫ હજાર લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ અસંખ્ય સજીવો બળીને ખાક થઈ ચૂક્યા છે.
સરકારી વિભાગના આંકડાં પ્રમાણે ૭૦૦ ફાયર ફાઈટર્સ આગને કાબૂમાં લેવા માટે દિવસ-રાત મથી રહ્યા છે, પરંતુ આગ ઝડપભેર ફેલાઈ રહી છે. જો આગ સમયસર કાબૂમાં આવશે નહીં તો સાત હજાર મકાનો બળી જશે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કેલિફોર્નિયાના ઈતિહાસમાં આ જંગલની સૌથી ભયાનક આગ છે. આ આગ ૬૦ હજાર એકર કરતા વધુ વિસ્તારમાં માત્ર બે જ દિવસમાં ફેલાઈ ચૂકી છે.
ફાયર સેફ્ટી વિભાગે જંગલની આસપાસનો ૧૫ કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવી નાખ્યો છે. ચારેબાજુ ધુમાડાનું સામ્રાજ્ય ફેલાઈ જતાં જંગલ વિસ્તારમાં ચારેબાજુ હવાનું પ્રદૂષણ વધી ગયું છે.

(11:41 pm IST)