મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું લાંબી બીમારી બાદ અવસાન

રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેમની સારવાર લખનઉ સ્થિત SGPGI હોસ્પિટલમાં ચાલી રહી હતી

ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહના નિધન બાદ સીએમ યોગીએ તેમનો ગોરખપુરનો પ્રવાસ રદ કર્યો છે.યુપીના સીએમ ઉપરાંત કલ્યાણ સિંહ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહી ચૂક્યા છે. મૃત્યુની માહિતી મળતા ભાજપના મંત્રીઓ, સાંસદો અને ઘણા કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

  PGI એ એક નિવેદન બહાર પાડતા કહ્યું કે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ માનનીય કલ્યાણ સિંહનું લાંબી માંદગી બાદ આજે નિધન થયું છે. તેમને 4 જૂલાઈના રોજ સંજય ગાંધી પીજીઆઈની Critical Care medicineના આઈસીયુમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી માંદગી અને શરીરના ઘણા અંગો ધીમે ધીમે ફેલ થવા લાગતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

(10:10 pm IST)