મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

તાલિબાન સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી ભારે પડી

અસમમાંથી ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી : ગેરકાનૂની ગતિવિધિ અધિનિયમ, આઇટી અધિનિયમ અને સીઆરપીસીની વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ

અસમ, તા.૨૧ : અસમમાં તાલિબાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે શનિવારે કહ્યું કે અફઘાનિસ્તાનના તાલિબાનના અધિગ્રહણનું સમર્થન કરનાર કથિત સોશિયલ મીડિયા પોસ્ટ માટે સમગ્ર અસમમાંથી ૧૪ લોકોની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ શુક્રવારે રાત્રે કરવામાં આવી હતી અને તેના પર ગેરકાનૂની ગતિવિધિ અધિનિયમ, આઇટી અધિનિયમ અને સીઆરપીસીની વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે અમે ભડકાઉ પોસ્ટ માટે એલર્ટ પર હતા અને સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે કામરૂપ મેટ્રોપોલિટન, બારપેટા, ધુબરી અને કરીમગંજ જિલ્લામાંથી બે-બે અલગ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દરાંગ, કછાર, હૈલાકાંડી, દક્ષિણ સલમારા, ગોલપારા અને હોજઇ જિલ્લામાંથી એક-એક વ્યક્તિને ધરપકડ કરવામાં આવી છે.

ડીઆઇજી (બીટીએડી) વાયલેટ બરૂઆએ કહ્યું કે અસમ પોલીસ સોશિયલ મીડિયા પર તાલિબાન સમર્થક ટિપ્પણીઓ વિરૂદ્ધ આકરી કાનૂની કાર્યવાહી કરી રહી છે. જે રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક છે. તેમણે કહ્યું કે અમે એવા લોકો વિરૂદ્ધ અપરાધિક કેસ દાખલ કરી રહ્યા છે.

તેમણે ટ્વીટ કરી કહ્યું અમે એવા લોકો વિરૂદ્ધ આપરાધિક કેસ દાખલ કરી રહ્યા છે. જો તમારા સંજ્ઞાનમાં આવી કોઇ વાત આવે છે કે કૃપિયા પોલીસને જાણ કરો.'

(7:29 pm IST)