મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને છોડાવવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરો : રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) સમક્ષ થાણેના વકીલની પિટિશન

મુંબઈ : અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને છોડાવવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) ને થાણેના વકીલ આદિત્ય મિશ્રાએ અરજ કરી છે. જે પંચ દ્વારા તુરંત હાથ ધરાશે તેવી શક્યતા છે.

તાલિબાન દ્વારા તાજેતરમાં અફઘાનિસ્તાનના બહુમતી વિસ્તારો પર કબજો કર્યા બાદ એનએચઆરસી સમક્ષ  તાત્કાલિક હસ્તક્ષેપની મિશ્રાએ માંગ કરી છે.

મિશ્રાએ કરેલી પિટિશનમાં જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં ભારતીયો
જીવન માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે. અલબત્ત અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે.  પરંતુ  એનએચઆરસી "માનવ અધિકારોના સર્વોચ્ચ રક્ષક" હોવાથી ન્યાયના સર્વોચ્ચ હિતમાં જનતામાં વિશ્વાસ સ્થાપિત કરવા માટે દરમિયાનગીરી કરવી જોઈએ.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:05 pm IST)