મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

બોમ્બે હાઇકોર્ટે મહિલાના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ 23 સપ્તાહનો ગર્ભ પાડવાની મંજૂરી આપી : ઘરેલુ હિંસાથી વાજ આવી ગયેલી ગર્ભવતી મહિલાએ છૂટાછેડાની અરજી કરી ગર્ભપાતની મંજૂરી માંગતા નામદાર કોર્ટે આપેલી સંમતિ

મુંબઈ : ઘરેલુ હિંસાથી વાજ આવી ગયેલી ગર્ભવતી મહિલાએ છૂટાછેડાની અરજી કરી બોમ્બે હાઇકોર્ટ પાસે 23 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી માંગતી અરજી કરી હતી. જે નામદાર કોર્ટે મહિલાના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ મંજુર કરી હતી .

કોર્ટે જણાવ્યું હતું કે મહિલાના 'માનસિક સ્વાસ્થ્ય' પર ગર્ભાવસ્થાની અસર પડી શકે છે જેને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટની કલમ 3 (2) (b) (i) હેઠળ ધ્યાનમાં લેવાની જરૂર છે . જેને 'માનસિક બીમારી' નહીં 'પણ માનસિક અસર થવાની સંભાવના ગણી શકાય .

અરજદાર મહિલાએ જણાવ્યું હતું કેગર્ભાવસ્થા દરમિયાન સતત વધતી રહેલી ઘરેલુ હિંસા તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી રહી છે. અરજદાર મહિલાના એડવોકેટે રજૂઆત કરી હતી કે જો બાળક જન્મે તો અરજદારને તેના પતિનો આર્થિક અને ભાવનાત્મક ટેકો નહીં મળે, જેના વગર તેના માટે બાળકનો ઉછેર કરવો મુશ્કેલ બનશે કારણ કે તેની પાસે આવકનો કોઈ સ્રોત નથી.

આથી ન્યાયમૂર્તિઓ ઉજ્જલ ભૂયાન અને માધવ જે જમાદારની ખંડપીઠે જણાવ્યું હતું કે, "અરજદારને મંજૂરી ન આપવી તે બાબત તેણીને  ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે મજબૂર કરવા સમાન છે, જે બાબત વર્તમાન સંજોગોમાં તેના પર અત્યંત બોજારૂપ અને દમન સમાન બનશે . એટલું જ નહીં જો તેને ગર્ભપાતની મંજૂરી નહીં આપવામાં આવે તો તેના માનસિક સ્વાસ્થ્યને ગંભીર ઈજા પહોંચવાની પણ સંભાવના છે. નામદાર કોર્ટે મહિલાની અરજી મંજુર કરી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા

(1:33 pm IST)