મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

અફઘાનિસ્તાન છોડવા મરણિયા બન્યા લોકોઃ નાટો દેશોએ ૧૮ હજાર લોકોને બહાર કાઢ્યા

કાબુલ, તા.૨૧:  અફઘાનિસ્તાનમાં કાબુલ પર તાલિબાનના કબ્જા બાદ નાટો દેશોએ ૧૮ હજારથી વધારે લોકોને બહાર નીકાળી લીધા છે. નાટોના એક અધિકારીએ જણાવ્યું કે પિ?મી દેશોએ સ્થળાંતરના પ્રયાસોને એકવાર ફરી તેજ કરવાનો સંકલ્પ લીધો છે. જ્યારે એરપોર્ટ પર લોકોની ભીડ વધી રહી છે. અફઘાનિસ્તાનમાં હજારો લોકો હજુ પણ લોકો દેશ છોડીને જવા માટે મરણિયા છે. જ્યારે તાલિબાને નમાઝ પહેલા લોકોને એકતાનો આગ્રહ કર્યો છે અને ઇમામોને કહ્યું કે તે એરપોર્ટ પર હિંસાની વચ્ચે લોકોને મનાવે.

નાટો અને તાલિબાનના અધિકારીઓએ કહ્યું કે, એરપોર્ટ અને આસપાસના વિસ્તારને છોડીને કાબુલ ખુબ શાંત છે. જ્યાં રવિવારથી અત્યાર સુધીમાં ૧૨ લોકો માર્યા ગયા છે. તમને જણાવી દઇએ કે અફઘાનિસ્તાનના આઝાદી દિવસ પર તાલિબાનનો વિરોધ કરતા પૂર્વી શહેર અસદાબાદમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે. અફાઘાનિસ્તાનમાં સંકટ વચ્ચે નાટો અને પશ્ચિમી દેશોની ટીકા વધી ગઇ છે અને પશ્ચિમી દેશો પર દબાણ છે કે જલ્દી તે પોતાના નાગરિકોને ત્યાંથી નીકાળે.

બ્રિટેનના વિદેશમંત્રી ડોમિનિક રોબની આ મુદ્દે ખૂબ ટીકા થઇ રહી છે. આ રીતે જર્મની અને ઓસ્ટ્રેલિયાની સરકારોને પણ કાબુલથી નાગરિકોના સ્થળાંતરમાં તેજી લાવવા પોતાના દેશોના લોકોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

(1:02 pm IST)