મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

ચૂંટણી પહેલા ભાજપ સહયોગીઓ ને રાજી કરવા

યુપીમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે : ૭ નવા મંત્રીઓનો સમાવેશ

લખનૌ, તા. ર૧ :  આવતા વર્ષે ર૦રર માં યુપીમાં ચૂંટણી યોજવાની છે ત્યારે હાલ સરકારમાં યોગી સહિત કુલ પ૩ મંત્રીઓ છે. જેમાં ર૩ કેબીનેટ,૯ રાજયમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને ર૧ રાજયમંત્રી છે. માનવામાં આવી રહ્યું છે કે કુલ ૬૦ મંત્રીઓનું મંત્રીમંડળ બનાવામાં આવી શકે છે.

યુપીમાં યોગી મંત્રી મંડળના વિસ્તારની ચર્ચાઓ તેજ થઇ છે. ગુરૂવારે યોગીએ દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ નડ્ડાજી સાથે મુલાકાત કરેલ. તેમની સાથે યુપી ભાજપ પ્રમુખ દેવસિંહ અને મહામંત્રી સુનીલ બંસલ પણ હાજર રહેલ. હાલ ભાજપના સહયોગીઓ અંદર ખાને નારાજ છે. જેથી તેમને રાજી કરવા મંત્રીમંડળમાં ૭ નવા મંત્રીઓ સામેલ કરાશે. જેમાં સંજય નિષાદ, જીતીન પ્રસાદ, અરવિંદ શર્મા અને લક્ષ્મીકાંત વાજપેયના નામ સામેલ છે. જેમાંથી નિષાદ ડેપ્યુટી સીએમ માટે અમીતભાઇ અને નડ્ડાને પણ મળી ચુકયા છે.

(1:00 pm IST)