મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

અરવલ્લીની બારકોષ પરિક્રમામાં ભોળાનાથના કેટલાય પ્રાચીન મંદિર આવેલા છેઃ ૧૭ મંદિરોવાળું ગણેશ્વરધામ આસ્થાનું કેન્દ્ર

રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળામાં  આવેલા ગણેશ્વર, વાલેશ્વર અને ટપકેશ્વર ધામનું તામ્ર યુગની સભ્યતા સાથે સંબંધ છે. ઋષી ગાલવની તપોભુમી અને ૧૭ મંદિરોવાળા ગણેશ્વરમાં ચમત્કારીક મનાતા ઠંડા-ગરમ કુંડમાં સ્નાનનું ધાર્મિક મહત્વ છે. વાલકેશ્વરમાં વિશ્વના સૌથી મોટા જયોર્તીલીંગના દાવા સાથે રહસ્યમયી કુંડ  અને મહાભારત કાલીન ટપકેશ્વર મંદિરમાં વરસાદના ટીપાથી ટપકેશ્વર મંદિરમાં શિવજીના જલાભિષેકના દર્શન દર્શનાર્થીઓને અભિભુત કરી દે છે. પહાડો ઉપર બારકોષની  પરીક્રમામાં જગ્યાએ જગ્યાએ શિવ મંદિર આવેલા છે. ગણેશ્વરનું ગાલવ ગંગા તીર્થ આધ્યાત્મીક અચરજ રૂપ જગ્યા છે. અહિંયા ગૌમુખમાંથી સદીઓથી વહેતા ઝરણા ઠંડા છે જયારે નજીકના જ કુંડમાં હાડ થીજી જાય તેવી ઠંડીમાં પણ પાણી ગરમ રહે છે.

(12:58 pm IST)