મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

અફઘાનિસ્તાનના નિરાશ્રિતોને આશ્રય આપવા અમેરિકા સહીત 13 દેશો સંમત : અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેનએ સમાચાર સૂત્રોને આપેલી માહિતી

વોશિંગટન : અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેનએ સમાચાર સૂત્રોને માહિતી આપતા જણાવ્યું છે કે અફઘાનિસ્તાનના નિરાશ્રિતોને કામચલાઉ આશ્રય આપવા અમેરિકા સહીત 13 દેશોએ સંમતિ આપી છે.

આ દેશોમાં અમેરિકા ઉપરાંત અલ્બેનિયા, કેનેડા, કોલમ્બિયા, કોસ્ટા રિકા, ચિલી, કોસોવો, ઉત્તર મેસેડોનિયા, મેક્સિકો, પોલેન્ડ, કતાર, રવાંડા, યુક્રેન મોકલવામાં આવશે. અને યુગાન્ડાના કેન્દ્રોમાં જગ્યા આપવામાં આવશે. જયારે પરિવહન દેશોમાં બહેરીન, બ્રિટન, ડેનમાર્ક, જર્મની, ઇટાલી, કઝાકિસ્તાન, કુવૈત, કતાર, તાજિકિસ્તાન, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:13 pm IST)