મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

અજબ પ્રેમ કી ગજબ કહાની ! ૨૧ વર્ષના પ્રેમીએ ૪ બાળકોની માતાની માંગમાં ભર્યુ સિંદુર !

૨ બાળકો તેની સાથે રહેશે તેમજ બાકી ૨ બાળકોને તેમના દાદા-દાદી પાસે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

પટણા, તા.૨૧: કોઇએ સાચુ જ કીધુ છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં પડીને લોકો કઇ પણ કરી જાય છે. બિહારના ખગડિયામાં આવો જ એક પ્રેમનો અજીબ મામલો જોવા મળ્યો. અહીં ૨૧ વર્ષના છોકરાએ ૪ બાળકોની માતા સાથે લગ્ન કરી લીધા છે. જોડાવરપુરમાં રહેતા ૨૧ વર્ષના છોકરાનું ગત ૨ વર્ષથી ૪ બાળકોની માતા સાથે લવ-અફેર ચાલી રહ્યુ હતુ. એટલે કે છોકરો ફકત ૧૯ વર્ષનો હતો ત્યારે તે આ મહિલાના પ્રેમમાં પડી ગયો હતો.

આ મહિલાની ઉંમર ૪૧ વર્ષ છે અને તે નયાગાંવ પંચખુટ્ટીની રહેવાસી છે. શનિવારે ગામના લોકોએ ભેલવા પંચાયતના સરપંચને આ મહિલાના દ્યરે બોલાવી લીધા. સરપંચે બધાની સામે આ મહિલા અને છોકરાને કેટલાક સવાલો પુછ્યા ત્યાર બાદ આ છોકરાએ બધાની સામે મહિલાની માંગમાં સિંદુર ભરી દીધુ. આ જોઇને પંચે પણ આ લગ્નને પોતાની મંજૂરી આપી દીધી.

મળતી માહિતી અનુસાર, છોકરો અને આ મહિલા બંને અલગ અલગ જાતીના છે. પરંતુ આ અનોખા લગ્નની ચર્ચા હવે દૂર દૂર સુધી થઇ રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ મહિલાનો પતિ નથી. તેના પતિનું મોત દ્યણા વર્ષો પહેલા જ થઇ ચૂકયુ

હતુ. ત્યારબાદ જ તેનું આ છોકરા સાથે લવ અફેર શરૂ થયુ હતુ. પંચાયતે બંનેના લગ્નના ડોકયુમેન્ટ્સ પણ તૈયાર કરી દીધા છે. તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યુ છે કે મહિલાના ૨ બાળકો તેની સાથે રહેશે અને બાકીના ૨ બાળકો તેના દાદા-દાદી સાથે રહેશે.

બંને અલગ અલગ જાતી અને ઉંમરના લોકોના લગ્ન લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. એક વિધવા અને એકલી મહિલાનો હાથ પકડીને આ છોકરાએ સમાજની સામે એક ઉદાહરણ કાયમ કર્યુ છે. આસપાસના લોકોને જયારે તેમના સંબંધો વિશે ખબર પડી તો તેણે મહિલાનો હાથ પકડીને તેના તરફ ઉઠતી દરેક આંગળીઓને નીચી કરાવી દીધી હતી.

આ રીતે એક વિધવાને ફરીથી તેનો પરિવાર મળી ગયો. તેના ૨ બાળકો તેની સાથે રહેશે તેમજ બાકી ૨ બાળકોને તેમના દાદા-દાદી પાસે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાના પ્રેમીએ બધાની સામે જ તેની માંગમાં સિંદૂર ભરીને લોકોને ચોંકાવી દીધા હતા. જોકે બંનેના પ્રેમનો અંતમાં સુખદ અંત આવ્યો.

(10:21 am IST)