મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

બે કલાકનો ચાર્જ બે લાખ રૂપિયા : સેકસ રેકેટમાં પકડાઈ એકટ્રેસ અને ટોપ મોડલ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક ટોપ મોડલ અને એક જાણીતી ટીવી એકટ્રેસને જુહુની એક ફાઈવ સ્ટાર હોટલમાંથી એક મહિલા દલાલ સાથે પકડી

મુંબઈ,તા.૨૧: પોર્ન કેસનો મામલો હજુ ઠંડો પણ નથી થયો કે, આ દરમિયાન સેકસ રેકેટનો ગઇ કાલે એક મોટો મામલો સામે આવ્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક ટોપ મોડલ અને એક જાણીતી ટીવી એકટ્રેસને જુહુની એક ફાઈવ સ્ટાર હોટલમાંથી પકડી. જોકે, ઈન્વેસ્ટીગેશન ટીમ આ બંનેની ધરપકડ કરી હોવાનું નથી દર્શાવ્યુ, પરંતુ તેમનું રેસ્કયુ કરાયું હોવાનું જણાવ્યું છે. આ કેસમાં ઈશા ખાન નામની એક મહિલા દલાલને અરેસ્ટ કરાયાનું દર્શાવાયું છે.

સીનિયર ઈન્સ્પેકકટર મનીષ શ્રીધનકરે અમારા સહયોગી એનબીટીને જણાવ્યું કે, પૂછપરછમાં ઈશા ખાને જણાવ્યું કે, તે આ સેકસ રેકેટ છેલ્લા ઘણા વર્ષોથી ચલાવી રહી હતી. ડીસીપી દત્ત્।ા નલાવડેને જયારે કોઈએ ઈશા ખાન વિશે ટિપ આપી, તો તેમણે પોતાની ટીમને એલર્ટ કરી.

તે પછી ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ નકલી ગ્રાહક બનીને કોલ કર્યો. અધિકારીએ પોતાના અને મિત્ર માટે બે ટોપ મોડલ્સ જોઈતી હોવાનું તેને કહ્યું. ઈશા ખાને દ્યણા ફોટા વોટ્સએપ કર્યા. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ બે છોકરીઓના ફોટા સિલેકટ કર્યા. તેમાંથી એકે દ્યણી જાહેરાતોમાં અને બીજીએ દ્યણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

ઈશા ખાને એક છોકરીના બે કલાકના બે લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. આ બે લાખ રૂપિયામાંથી ૫૦ હજાર ઈશાને આપવાની વાત હતી, જયારે જે બે છોકરીઓ સિલેકટ કરાઈ હતી, તેમને દોઢ-દોઢ લાખ રૂપિયા ઈશા ખાન દ્વારા આપવામાં આવનાર હતા.

નકલી ગ્રાહક બનેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ સોદા માટે હા પાડી. જુહુની હોટલમાં રૂમ પણ બુક કરાવી લીધો. ગુરુવારે રાત્રે જેવી મોડલ અને અભિનેત્રીને લઈને મહિલા દલાલ એ હોટલની બહાર પહોંચી, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્રણેયને પકડી લીધા.

મોડલ અને ટીવી અભિનેત્રીએ જણાવ્યું કે, કોરોનાના કારણે લાગેલા લોકડાઉનથી જાહેરાતો અને ટીવી સીરિયલ્સનું શૂટિંગ બંધ હોવાથી તે આ ધંધામાં આવી.

(10:17 am IST)