મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

જો જરૂર પડી તો તાલિબાનનો સાથ આપીશું: બોરિસ જોનસન

રશિયા અને ચીન બાદ શું બ્રિટન પણ આપશે તાલિબાનનો સાથ?

લંડન, તા.૨૧: બ્રિટેનના પ્રધામંત્રી બોરિસ જોનસને એવું નિવેદન આપ્યું કે જો જરૂર પડશે તો અમે તાલિબાન સાથે કામ કરવા પણ તૈયાર છે. એટલુંજ નહી જોનસને તેની સરકાકરના વિદેશ મંત્રીનો પણ પક્ષ લીધો છે. આપને જણાવી દઈએ કે કાબુલમાં જે પરિસ્થિતી છે તેને લઈને બ્રિટિશ વિદેશમંત્રી વિવાદોમાં ઘેરાયા છે.

અફઘાનિસ્તાન મુદ્દે બોરિસ જોનસને એવું કહ્યું કે તેઓ સમસ્યાનું સમાધાન લાવવા માટે બને તેટલા પ્રયાસ કરી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે જરૂર પડી તો તેઓ તાલિબાન સાથે કામ કરવા પણ તૈયાર છે. વધુમાં તેમણે કહ્યું કે કાબુલ એરપોર્ટ પર હાલ સ્થિતી સુધરી રહી છે. સાતેજ તેમણે એવું પણ કહ્યું કે અત્યાર સુધીમાં તેમણે ત્યાથી ૧૬૧૫ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.

બિજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે કાબુલ એરપોર્ટ પર પરિસ્થિતી કાબુમાં છે સાથેજ ત્યાથી લોકોને નિકાળવામાં આવી રહ્યા છે. સાથેજ તેમંણે કહ્યું અત્યાર સુધીમાં તેમણે ૩૧ હજાર જેટલા લોકોને કાબુલથી બહાર કાઢ્યા છે.

તાલિબાને અફદ્યાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ તેણે ત્યાની જેલોમાં બંધ કેદીઓને પણ છોડી દીદા છે. જેને લઈને બાઈડને ચિંતા વ્યકત કરી છે. જેમા તેમણે કહ્યું આ આતંકીઓ મોટો ખતરો સાબિત થઈ શકે છે. બીજી તરફ તાલિબાનના કબ્જામાં રહેલા બાદ્યલાન પ્રાંતના ત્રણ જિલ્લાઓને પણ આઝાદ કરી દેવામાં આવ્યા છે.

(10:15 am IST)