મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાના નામ પર એક સ્ટેડિયમનું નામ આપી શકે

આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં સ્ટેડિયમનું નામ 'નીરજ ચોપરા આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ, પુણે કેન્ટોનમેન્ટ' તરીકે રાખે તેવી શક્યતા

નવી દિલ્હી :  નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં દેશ માટે એકમાત્ર ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી છે નીરજ ચોપરાનું ઘરે ઘરે સ્વાગત થઇ રહ્યું છે . ઓલિમ્પિકમાં દેશને એથ્લેટિક્સમાં પ્રથમ મેડલ અપાવનાર નીરજને સતત સન્માનિત અને પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં નીરજના નામ પર એક સ્ટેડિયમનું નામ આપી શકે છે.

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ 23 ઓગસ્ટના રોજ પુણેની મુલાકાતે જવાના છે અને આ સમય દરમિયાન તેઓ નીરજના નામથી એક સ્ટેડિયમનું નામ આપી શકે છે. સિંહ પુણેમાં ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી અને આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે.

સંરક્ષણ પીઆરઓ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રકાશન મુજબ, સંરક્ષણ મંત્રી તેમની મુલાકાત દરમિયાન આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં સ્ટેડિયમનું નામ 'નીરજ ચોપરા આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ, પુણે કેન્ટોનમેન્ટ' તરીકે રાખે તેવી શક્યતા છે. સિંઘ સેવાઓમાંથી 16 ઓલિમ્પિયનોને પણ સન્માનિત કરશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે નીરજ ચોપરા ભારતીય સેનામાં નાયક સુબેદારના હોદ્દા પર છે. તેમણે પોતે આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ લીધી હતી.નીરજ ચોપરાએ દેશનું નામ ઉંચુ કર્યો છે ભારતના નામને રોશન કરવામાં તેમનું યગદાન સવિશેષ રહ્યો છે. તેમમે ભાલા ફેંકમાં તેમનું કૈવત બતાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(12:00 am IST)