મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડેન અફઘાનિસ્તાનમાં યુએસના સ્થળાંતર પ્રયત્નો પર સંબોધન કરશે

બાઈડેને તાલિબાનના આક્રમણ પહેલા પોતાના સાથીઓને બહાર કાઢવામાં ધીમી શરૂઆત માટે અફઘાનોને જવાબદાર ઠેરવ્યા હતા

નવી દિલ્હી :  યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બાઈડેન અફઘાનિસ્તાનમાં યુએસના સ્થળાંતર પ્રયત્નો પર ભાષણ આપવાના છે. બાઈડેનને સ્થળાંતરના પ્રયત્નોમાં સુસ્તીને લઈને શરણાર્થીઓના હિમાયતીઓ અને તેમના રાજકીય પક્ષના સભ્યોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

   બાઈડેને તાલિબાનના આક્રમણ પહેલા પોતાના સાથીઓને બહાર કાઢવામાં ધીમી શરૂઆત માટે અફઘાનોને જવાબદાર ઠેરવ્યા છે. જો કે, યુએસ અધિકારીઓએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે યુએસ રાજદ્વારીઓએ અઠવાડિયા પહેલા ઓપચારિક રીતે વિનંતી કરી હતી કે બાઈડેન વહીવટીતંત્રે સ્થળાંતર પ્રયાસો ઝડપી બનાવ્યા હતા. અફઘાનિસ્તાનમાંથી પાછા હટવા માટે અમેરિકાની 31 ઓગસ્ટની સમયમર્યાદા પૂરી થાય તે પહેલા હજારો લોકો બહાર નીકળવાની રાહ જુએ છે.

(12:00 am IST)