મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

" હની ટ્રેપ " : બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવાની ધમકી આપનાર મહિલાને આગોતરા જામીન આપવાનો દિલ્હી હાઇકોર્ટનો ઇન્કાર : આરોપી મહિલા ન્યાયથી છટકવા માટે તપાસમાં સહકાર ન આપે તેવી પુરેપુરી શક્યતા હોવાનું નામદાર કોર્ટનું મંતવ્ય

ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં એક મહિલાને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, જેણે પૈસા પડાવવાના હેતુથી એક પુરુષને કથિત રીતે બળાત્કારનો આરોપ લગાવવાની ધમકી આપી હતી.

સિંગલ-જજ જસ્ટિસ સુબ્રમોનિયમ પ્રસાદને પ્રથમ માહિતી અહેવાલ (FIR) વાંચવાથી એવું લાગ્યું હતું  કે આ 'હની-ટ્રેપ' નો કેસ છે.

તેમણે કહ્યું હતું કે એફઆઈઆરના વાંચનથી ખબર પડે છે કે આ હની ટ્રેપનો કેસ છે. પિટિશનર સામે બળાત્કારની ફરિયાદ છે . પિટિશનરે જણાવ્યા મુજબ મહિલાએ ધમકી આપી છે અને પૈસાની માંગણી કરી છે. રેકોર્ડ પરની વિગત એ પણ દર્શાવે છે કે જ્યારે પિટિશનરે ત્વરિત FIR દાખલ કરી હતી, ત્યારે જ મહિલાએ તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(9:30 am IST)