મુખ્ય સમાચાર
News of Tuesday, 21st June 2022

AK 47 કેસમાં બિહારના બાહુબલી નેતા અનંત સિંહને 10 વર્ષની સજા :14 જૂને દોષિત ઠેરવ્યા બાદ આજ મંગળવારે પટના કોર્ટે 10 વર્ષની જેલ સજા ફરમાવી : ધારાસભ્ય પદ જોખમમાં : સજાને પટના હાઈકોર્ટમાં પડકારવામાં આવશે તેવું અનંતસિંહના વકીલનું મંતવ્ય

પટના : બિહારના બાહુબલી નેતા અને મોકામાના ધારાસભ્ય અનંત સિંહને AK 47 કેસમાં 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. પટનાના MP MLAની વિશેષ અદાલતે મંગળવારે ચુકાદો સંભળાવ્યો. હવે તેમધારાસભ્ય પદ ગુમાવવાનો ભય છે.

કોર્ટે 14 જૂને તેમને કોર્ટે દોષિઠેરવ્યા હતા. જો સજા બે વર્ષથી વધી જાય તો વિધાનસભાનું સભ્યપદ સમાપ્ત થાય છે. જો કે, તેમના વકીલ સુનીલ કુમારે કહ્યું કે સજાને પટના હાઈકોર્ટમાં પડકારવામાં આવશે અને અપીલ દાખલ કરવામાં આવશે. કોર્ટે અનંત સિંહના પૈતૃક આવાસના કેરટેકરને પણ 10 વર્ષની સજા ફટકારી છે.

પટના પોલીસે 16 ઓગસ્ટ 2019ના રોજ બારહ પોલીસ સ્ટેશનના લાડવાન ગામમાં ધારાસભ્ય અનંત કુમાર સિંહના પૈતૃક આવાસ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ઘરમાંથી એકે-47, 33 જીવતા કારતૂસ અને બે ગ્રેનેડ મળી આવ્યા હતા. આ કેસમાં બારહ પોલીસ સ્ટેશને અનંત સિંહ વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ પછી મોકામાના ધારાસભ્યએ દિલ્હીની સાકેત કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.

પટના પોલીસ તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બિહાર લાવી હતી. ત્યારબાદ કોર્ટે અનંત સિંહને બેઉર જેલમાં મોકલી દીધા. આ મામલામાં તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ 14 જૂને કોર્ટે અનંત સિંહને દોષિત ઠેરવ્યા હતા. આ કેસ ઝડપી સુનાવણી હેઠળ મૂકવામાં આવ્યો હતો. વિશેષ સરકારી વકીલે 13 સાક્ષીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ સાથે જ બચાવ પક્ષે 34 સાક્ષીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:48 am IST)