મુખ્ય સમાચાર
News of Saturday, 21st May 2022

ધર્મ માત્ર કર્મકાંડ નથી, જીવન પ્રયોગ છેઃ પૂ.ભૂપેન્‍દ્રભાઇ

ધર્મને સાચા અર્થમાં સમજોઃ ગુરૂ બનાવતા પુર્વે તેની લાયકાત જુઓઃ ભય કે લાલચથી ધર્મ ન થાયઃ ધર્મ સ્‍વજાગૃતી માટે અને પરમમાં લીન થવા માટે છેઃ ભૂપેન્‍દ્રભાઇ પંડયાજી : રાજકોટમાં રઘુવંશી સમાજ દ્વારા રામકથાનો મંગલારંભઃ કથાકાર ‘અકિલા'ના આંગણે

અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંવાદ દરમ્‍યાન પોતાની વિવિધ લાક્ષણિક છટામાં પૂજ્‍ય શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા નજરે પડે છે. તેઓએ અકિલા કાર્યાલયના વિવિધ વિભાગોની મુલાકાત પણ લીધી હતી અને પ્રસન્‍નતા વ્‍યકત કરી હતી. અકિલા કાર્યાલય ખાતેની મુલાકાત દરમ્‍યાન રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, ટ્રસ્‍ટીઓ ડો.પરાગભાઇ દેવાણી અને હિરેનભાઇ ખખ્‍ખર, લોહાણા અગ્રણીઓશ્રી છબીલભાઇ પોબારૂ, દિશીત પોબારૂ, પૂજ્‍ય ભૂપેન્‍દ્રભાઇ પંડયા પરમ અનુયાયીશ્રી વિશાલભાઇ વસંત, સત્‍કર્મ પરિવારના ટ્રસ્‍ટીશ્રી ધીરેનભાઇ શાહ અને તેમના ધર્મપત્‍ની મનિષાબેન શાહ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ર૧ : ‘‘ધર્મ માત્ર ક્રિયાકાંડ નથી, એ જીવન બદલાવનો પ્રયોગ છે ધર્મ લાલચ કે ભયથી ન થઇ શકે, ધર્મનો પાયો આ જાગૃતિ અને પરમમાં લીનતા હોય છ.ે''
આ શબ્‍દો જગ-વિખ્‍યાત કથાકાર પૂ. ભુપેન્‍દ્રભાઇ પંડયાજીના છે.
રઘુવંશી સમાજ દ્વારા આજથી રાજકોટમાં રામકથા પ્રારંભ થઇ રહી છે. કથા પ્રારંભ પૂર્વે પૂ. પંડયાજી ‘અકિલા'ના આંગણે પધાર્યા હતા. તેઓ શ્રીએ મુલાકાતમાં જણાવ્‍યું હતું કે, આ કથાનું આયોજન રઘુવંશી સમાજે ટુંકા સમયમાં કર્યુ છે. ઓછા સમયમાં આટલું ભવ્‍ય આયોજન રામજીની અને સદ્દગુરૂની કૃપા જ ગણાય. ભારતીય સંસ્‍કૃતિ પર રઘુવંશના અપાર ઉપકારો છે. રઘુવંશ અંગે રઘુવંશી સમાજની યુવા પેઢી કદાચ અજાણ હશે, આ વંશ અંગે કથામાં ઉંડાણથી ચર્ચા થશે.
પૂ.ભુપેન્‍દ્રભાઇએ કહ્યું હતુ કે, રામરાજય અંગે ખૂબ ચર્ચા થઇ છે. થાય છે. રામરાજયનો દૃષ્‍ટિકોણ રાજકીય નહિ, આધ્‍યાત્‍મિક હોવો જોઇએ રામરાજયનાં વ્‍યકિતમાં પ્રગટે પછી સમાજમાં ફેલાય છ.ેવ્‍યકિતમાં બદલાવ નહિ આવે ત્‍યા સુધી સમાજમાંબદલાવ સંભવ નથી.
રાજકોટમા દરરોજ સાંજે કથારસ વહેશે પૂ. પંડયાજી કહે છે કે, જે તે શહેરમાં લોકો સાંજ કેવી રીતે પસાર કરે છ.ે તેના પરથી શહેરની માનસિકતા નકકી થતી હોય છે રાજકોટની સાંજને રામમંત્રે રંગવાનું આયોજન થયું છે. એ આહલાદક છે. રાજકોટવાસીઓ આયોજનનો ભરપૂર લાભ લઇને જીવન બદલાવ કરે તેવી હું પ્રાર્થના કરું છું.
ઉત્તમ શ્રોતાઓના લક્ષણો વર્ણવતા તેઓએ જણાવ્‍યું હતું કે, પ્રેમથી, એકાગ્રતાથી આદર પૂર્વક, ગોકર્ણરૂપે કથારસ પીએ તે આદર્શ શ્રોતા ગણાય. આદર્શ કથાકારોના લક્ષણો અંગે તેઓએ કહ્યું હતું કે, ગ્રંથનું ગહન અધ્‍યયન કરીને તેને આત્‍મસાત્‌ કરે તથા અધ્‍યયનને આચરણમં લાવે તથા આ અનુભવ વ્‍યાસપીઠ પરથી વહાવે તે ઉત્તમ કથાકાર ગણાય.
ભૂપેન્‍દ્રભાઇએ જણાવ્‍યું હતું કે, હું આવા આદર્શોનું પાલન કરું છું. કથાઓ દાદીમાના ખોળામાં બેસીને સાંભળી હતી. હાલ દાદીમાના ખોળામાં બેસીને કથા કરું છું. વ્‍યાસપીઠની ગરીમાં સાથે બાંધછોડ કરતો નથી.
પંડયાજીએ કહયું હતું કે, ગુરુ બનાવતા પહેલા તેની લાયકાત જુઓ. આ મામલે સમાજની જાગૃતિના અભાવે લાયક નથી તેવા ગુરુઓ જોવા મળે છે. સમાજે નકલી ગુરુઓથી સાવધાન રહેવું જોઇએ.
‘અકિલા' ટેકનોલોજીમાં હંમેશા આગળ રહે છે. તે બાબતની નોંધ લઇને પૂ. ભુપેન્‍દ્રભાઇએ પ્રસંશા કરી હતી.
 

શ્રી રામનગરી ખાતે કોવિડ વેકસીનેશન બુથ ઉભું કરાયું
રાજકોટ, તા.૨૧: રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથા સ્‍થળ શ્રી રામનગરી, ચોધરી હાઇસ્‍કૂલ મેદાન, રાજકોટ ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોવિડ વેકસીનેશન બુથ પણ ઉભું કરવામાં આવ્‍યું છે. જેમાં ૧૨ વર્ષથી ઉપરના લોકોને બીજો ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરના લોકોને બુસ્‍ટર ડોઝ આપવામાં આવશે. તેવુ યાદીમાં જણાવાયુ છે.

 

(3:58 pm IST)