મુખ્ય સમાચાર
News of Saturday, 21st May 2022

દેશમાં કાળઝાળ ગરમીના કારણે ૧૪૦માંથી ૬૦ મોટા ડેમોમાં પાણીનો ઘટાડો

નવી ઘ્‍લ્‍હિીઃ દેશમાં આકરી ગરમી વચ્‍ચે મોટા ડેમોના પાણીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સેન્‍ટ્રલ વોટર કમિશનના આ અઠવાડિયે જારી કરાયેલા રિપોર્ટ અનુસાર દેશના ૧૪૦ મોટા  ડેમમાંથી ૬૦માં પાણી ગયા વર્ષની સરખામણીમાં ઘટયું છે. સૌથી વધુ ૧૦રાજયો પ્રભાવિત થયા છે. તેમના મોટા ડેમમાંથી પાણીનો ભંડાર સતત ખાલી રહ્યો છે. પヘમિ ક્ષેત્રની સ્‍થિતિ વધુ ચિંતાજનક છે. જયાં ગયા વર્ષની  સરખામણીમાં ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં પાણીના ર્સ્‍તરમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશમાં સમાવિષ્‍ટ રાજસ્‍થાનમાં પાણીનો વધુ પડતો ઉપયોગ અને આકરી ગરમીને કારણે મોટા ડેમોના જળ સ્‍તરમાં ઘટાડો થયો છે. રાજસ્‍થાનના પાંચ મોટા ડેમમાંથી ત્રણ ડેમ બિસલપુર, જવાઇ અને રાણા પ્રતાપ સાગરનું પાણી ઓછું થઇ રહ્યુ છે. મધ્‍યપ્રદેશના છ ડેમ અને છત્તીસગઢના બે મોટા ડેમના પાણીમાં પણ ઘટાડો થયો છે. રાહતની વાત છે ેક દેશના મુખ્‍ય ટીએચ ડેમોમાં પાણીની કુલ સપાટી ગત વર્ષની સરખામણીમાં વધી છે.

પヘમિ અને પુર્વ વિસ્‍તારો વધુ પ્રભાવિત

દેશના પヘમિ વિસ્‍તારમાં આવેલા મોટા ડેમોમાં પાણીનું સ્‍તર ૩% અને પૂર્વ વિસ્‍તારમાં ગુજરાત અને મહારાષ્‍ટ્રનો સમાવેશ થાય છે. જેમાં કુલ ૪૬ મોટા ડેમ છે. દેશના સૌથી મોટા ડેમમાંથી એક તૃતિયાંશ ડેમ આ બે રાજયોમાં છે. મહારાષ્‍ટ્રના ૧૨ અને ગુજરાતના ૧૦ મોટા ડેમોમાં પાણીનું સ્‍તર નીચે આવ્‍યું છે. પૂર્વીય ક્ષેત્રમાં ઝારખંડ, ઓડીશા, પヘમિ બંગાળ, ત્રિપુરા, નાગાલેન્‍ડ અને બિહાર છે. તેમના ૨૧માંથી ૧૦ ડેમમાં પાણી ઓછું થઇ ગયું છે.

૫ રાજયોમાં ૩૮% જળાશયો સુકાઇ ગયા

કોલકત્તા કવોલિટી કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા અને નેશનલ મિશન ફોર કલીન ગંગાના જળાશય અહેવાલ મુજબ ગંગા ક્ષેત્રમાં વસેલા બંગાળ, યુપી, બિહાર, ઉત્તરાખંડ અને ઝારખંડમાં લગભગ ૩૮% જળાશયો સુકાઇ ગયા છે. તેમાં ઉત્તરાખંડમાં ૮૪%, યુપીમાં ૪૧%, બિહારમાં ૩૫%, બંગાળમાં ૧૭% અને ઝારખંડમાં ૧૬% સમાવેશ થાય છે.

(3:56 pm IST)