મુખ્ય સમાચાર
News of Saturday, 21st May 2022

રાબડી દેવીએ પીતો ગુમાવ્યો : ઘરની બહાર દેખાવો કરી રહેલા રાજદ કાર્યકર્તાઓને તમાચો માર્યો

પટના તા. ૨૧ : બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવીએ પીતો ગુમાવ્યો હતો. અને ય્થ્ઝ્રના કાર્યકરને થપ્પડ મારી દીધી હતી. જયારે સીબીઆઇના દરોડા ચાલી રહ્યા હતા ત્યારે કાર્યકર્તા પટનામાં રાબડીના ઘરની બહાર વિરોધ કરી રહ્યા હતા. સીબીઆઈની ટીમે ૬ કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું, રેલ્વેમાં નોકરીના બદલામાં જમીન લખાવવાના મામલે નવો કેસ નોંધ્યો. સીબીઆઈના દરોડાના વિરોધમાં જ મોટી સંખ્યામાં આરજેડી કાર્યકર્તાઓ રાબડી દેવીના ૧૦ સકર્યુલર રોડ સ્થિત આવાસની બહાર એકઠા થયા હતા. તેઓ તપાસ એજન્સી અને કેન્દ્ર સરકાર વિરુદ્ઘ સતત સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જયારે તપાસ એજન્સીના અધિકારીઓએ કોરાબારી નિવાસસ્થાનમાંથી બહાર જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને પાર્ટીના કાર્યકરોના વિરોધનો સામનો કરવો પડ્યો.

(2:00 pm IST)