મુખ્ય સમાચાર
News of Wednesday, 21st February 2018

છોકરીએ ફેસબુકમાં પ્રેમ કર્યા બાદ પડાવ્યા ૧૩ લાખ રૂપીયા

બેંગ્લોર, તા.૨૧: બેંગ્લોરમાં એક સોફટવેર એન્જિનિયરને ફેસબુક પર શ્વેતા કુલકર્ણી નામની યુવતી સાથે પ્રેમ થયો હતો અને આ પ્રેમમાં તેણે ૧૩ લાખ રૂપીયા ગુમાવ્યા હોવાની ફરીયાદ તેણે પોલીસ- સ્ટેશનમાં નોંધાવી છે. ગડગ જિલ્લાના હુલ્લરુ ગામનો કનક મૂર્તિ (નામ બદલ્યું છે) છેતરાયો છે. તેની ઓળખ શ્વેતા સાથે થઈ હતી અને તેઓ પ્રેમનાં પડ્યાં હતા. એક દિવસ તેણે શ્વેતાને પ્રપોઝ પડ્યં હતાં. એક દિવસ તેણે શ્વેતાને પ્રપોઝ કર્યું અને લગ્નનો પ્રસ્તાવ મૂકયો જેને શ્વેતાએ મંજૂરી આપી હતી. ત્યારબાદ શ્વેતાએ તેની મમ્મી બીમાર છે એમ કહીને સારવાર માટે રૂપિયા માગ્યા હતા. ૨૦૧૬ના ડિસેમ્બરથી ૨૦૧૭ના ઓગસ્ટ સુધીમાં શ્વેતાએ ૧૩ રૂપિયા લીધા હતા. જોકે શ્વેતા તેને છેતરી રહી હોવાનો અહેસાસ થતાં તેણે રૂપિયા પાછા માગ્યા હતા અને ત્યારે શ્વેતાએ આ રૂપિયા આપવાની ના પાડી દીધી હતી એથી તેણે પોલીસમાં ફરીયાદ કરી હતી.

(12:57 pm IST)