મુખ્ય સમાચાર
News of Wednesday, 21st February 2018

કંગના - બિપાશાના રૂપિયા પણ ખાઇ ગયો છે ગીતાંજલિ વાળો મેહુલ ચોકસી

મુંબઇ તા. ૨૧ : PNBનું અબજોનું કરી જનાર નીરવ ચોકસીના કાકા અને ગીતાંજલિ જવેલર્સના માલિક મેહુલ ચોકસીએ કંગના રણૌત અને બિપાશાને પણ નથી છોડી. આ બંને અભિનેત્રીઓએ ચોકસી પર કોન્ટ્રેકટનો ભંગ કરવાનો અને તેમના પૈસા ખાઈ જવાનો આરોપ લગાવ્યો છે.

આ અગાઉ પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતુ કે તે ગ્લોબલ એમ્બેસેડર નીરવ મોદી સાથે પોતાનો કોન્ટ્રેકટ ખતમ કરી રહી છે. મોદી અને ચોકસી પર પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. રણૌત અને બાસુએ ગીતાંજલિની બ્રાન્ડ નક્ષત્ર અને ગિલિને એન્ડોર્સ કરી હતી.

કંગના રણૌતના પ્રવકતાએ જણાવ્યું, 'કંગનાએ નક્ષત્રનું એન્ડોર્સમેન્ટ કર્યું તે માટે તેને ફી ચૂકવવાની બાકી છે.' કંગનાએ ૨૦૧૬માં નક્ષત્ર પ્રમોટ કરી હતી. એ અગાઉ ઐશ્વર્યા ૨૦૦૪માં નક્ષત્રની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી હતી જયારે કેટરિના ૨૦૦૮માં તેની બ્રાન્ડ એમ્બેસેડર હતી.

બાસુએ ગિલિ માટે એન્ડોર્સમેન્ટ કર્યું હતું. તેનો કોન્ટ્રેકટ પૂરો થઈ ગયો પછી પણ તેના ફોટોઝ યુઝ કરવામાં આવતા હતા. બિપાશાએ જણાવ્યું, 'મારા મેનેજરોએ ગિલિને મારા ફોટોઝ યુઝ કરવાનું અટકાવવા ઘણા પ્રયત્નો કર્યા. તેમને પત્રો પણ લખ્યા પરંતુ તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મારા ફોટોઝ યુઝ કરવાના ચાલુ રાખ્યા. તેને કારણે મારે બીજી અનેક જવેલરી એન્ડોર્સમેન્ટની તકો ગુમાવવી પડી હતી.' આ અંગે ચોકસીએ કોઈ કોમેન્ટ કરવાની મનાઈ કરી દીધી હતી.

અત્યારે ક્રિતી સેનન ગિલીની બ્રાન્ડ એમ્બેસેડર છે. તેણે આ અંગે કોમેન્ટ કરવાની મનાઈ કરી દીધી હતી. સેનને ગયા વર્ષે ગીલિ સાથે કોન્ટ્રેકટ સાઈન કર્યો હતો. ગીતાંજલિની બીજી બ્રાન્ડ્સમાં અસ્મિ, ડી ડમાસ અને સંગિનીનો સમાવેશ થાય છે. કરીના અને સલમાને ૨૦૦૯-૧૦માં સંગિનીને પ્રમોટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાએ ગત અઠવાડિયે કહ્યું હતું કે તે તેનો કોન્ટ્રેકટ રદ કરવા માટે કાયદાકીય સલાહ માંગી રહી છે.

(11:31 am IST)