મુખ્ય સમાચાર
News of Saturday, 20th January 2018

ઓપો-વિવોના સ્માર્ટફોનને લઇ લોકોનો ક્રેઝ ઘટી ગયો

હાલમાં ચીન સાથે સરહદે તંગદીલીની અસરઃ હાલ બન્ને કંપનીઓની માર્કેટ હિસ્સેદારીમાં ઘટાડો નોંધાયો

નવીદિલ્હી,તા. ૨૦, ડોકલામ ટ્રાઇ જંક્શનને લઇને લાંબા મતભેદને લીધે ચીનને મોટો ફટકો પડ્યો છે. ઓપો અને વિવો જેવા લોકપ્રિય મોબાઇલને પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. ચાઈનીઝ સ્માર્ટ ફોન બ્રાન્ડને મોટો ફટકો પડી ચુક્યો છે. હાલમાં જ જારી કરવામાં આવેલા આંકડાથી આ અંગેની બાબત સપાટી ઉપર આવી જાય છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઓપો અને વિવો સ્માર્ટફોનના વેચાણમાં ૩૦ ટકા સુધીનો મોટો કડાકો બોલી ગયો છે. આના માટે જે મુખ્ય કારણ છે તે કેટલાક ક્ષેત્રોમાં ચીન વિરોધી જુવાળને પણ જવાબદાર ગણવામાં આવે છે. દેશના ઘણા ભાગોમાં ચીનની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ઓપો અને વિવોમાં કામ કરતા ૪૦૦થી વધુ ચાઈનીઝ નિષ્ણાતોને  જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં હેન્ડસેટના વેચાણમાં ઘટાડો થયા બાદ ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ સ્થિતિ વધુ જટિલ બની શકે છે. ઓપો અને વિવો ભારતમાં ધીમે ધીમે લોકપ્રિયતા મેળવી રહ્યા હતા પરંતુ ભારત સાથે સરહદી મડાગાંઠના પરિણામ સ્વરુપે તેમની હાલત કફોડી થઇ છે. ઓપો અને વિવો દ્વારા હવે તેમના કુશળ લોકોને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. ઓપો અને વિવોની નકારાત્મક સ્થિતિ જોવા મળી રહી છે. સીએમઆર ઇન્ડિયાના આંકડા દર્શાવે છે કે, માર્કેટ હિસ્સેદારીમાં વિવો અને ઓપોમાં નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે. સેમસંગ ફરી એકવાર માર્કેટ હિસ્સેદારીની દ્રષ્ટિએ સૌથી આગળ હોવાના આંકડા દેખાઈ રહ્યા છે. સેમસંગની માર્કેટ હિસ્સેદારી ૧૮.૭ ટકા નોંધાઈ છે જ્યારે લેનોવોની માર્કેટ હિસ્સેદારી ૮.૩ ટકા રહી છે. વિવો અને ઓપોની માર્કેટ હિસ્સેદારી ક્રમશઃ ૧૩.૨ અને ૯.૨ ટકા રહી છે. વિવોના ચીફ માર્કેટિંગ ઓફિસરને પણ આ મહિનાની શરૃઆતમાં સ્વદેશ મોકલી દેવામાં આવ્યા છે.

આવનાર દિવસોમાં તેમના વધુ કર્મચારીઓને  ઘરભેગા કરવામાં આવે તેમ પણ માનવામાં આવે છે. વિવો અને ઓપો સેલ્ફી ફોન હોવાના લીધે આ ફોનની યુવા પેઢીમાં જોરદાર બોલબાલા થોડાક સમય સુધી જોવા મળી હતી પરંતુ સરહદી મડાગાંઠના પરિણામ સ્વરુપે ચીન સાથે સ્થિતિ ખરાબ થઇ રહી છે. અલબત્ત સરહદી મડાગાંઠને ઉકેલવાના તમામ પ્રયાસ છેલ્લા ત્રણ મહિનાથી કરવામાં આવ્યા છે અને આમા સફળતા પણ મળી છે પરંતુ ચીની માર્કેટને આના કારણે ભારે નુકસાન થયું છે. માત્ર સ્માર્ટ ફોન જ નહીં બલ્કે અન્ય ચાઇનીઝ માર્કેટમાં પણ મોટા ગાબડા પડી ગયા છે.

માર્કેટ હિસ્સેદારી.......: સેમસંગ ફરી એકવાર લોકપ્રિયઃ નવીદિલ્હી, તા. ૨૦

ડોકલામ ટ્રાઇ જંક્શનને લઇને લાંબા મતભેદને લીધે ચીનને મોટો ફટકો પડ્યો છે. ઓપો અને વિવો જેવા લોકપ્રિય મોબાઇલને પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. ચાઈનીઝ સ્માર્ટ ફોન બ્રાન્ડને મોટો ફટકો પડી ચુક્યો છે. હાલમાં જ જારી કરવામાં આવેલા આંકડાથી આ અંગેની બાબત સપાટી ઉપર આવી જાય છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઓપો અને વિવો સ્માર્ટફોનના વેચાણમાં ૩૦ ટકા સુધીનો મોટો કડાકો બોલી ગયો હતો. માર્કેટ હિસ્સેદારીની દ્રષ્ટિએ કોણ ક્યાં છે તે નીચે મુજબ છે.

કંપની બ્રાન્ડ

માર્કેટ હિસ્સેદારી

સેમસંગ

૧૮.૭

જીયોની

૧૬.૨

વિવો

૧૩.૨

ઓપો

૯.૨

લેનોવો

૮.૩

નોંધ : તમામ આંકડા ટકામાં છે

(9:25 pm IST)