મુખ્ય સમાચાર
News of Sunday, 14th January 2018

અમેરિકાની ઇકોનોમી તથા ગ્રોથમાં ભારતીયોનું બહુમૂલ્‍ય યોગદાનઃ ભારત ખાતે નવા નિમાયેલા અમેરિકાના એમ્‍બેસેડર કેનેથ જસ્‍ટરરનું પ્રથમ પત્રકાર પરિષદમાં ઉદબોધન

ન્‍યુદિલ્‍હીઃ ભારત ખાતે નવા નિમાયેલા અમેરિકાના એમ્‍બેસેડર કેનેથ જસ્‍ટરએ તાજેતરમાં ચાર્જ સંભાળ્‍યા પછી સૌપ્રથમ વખત મિડીયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે અમેરિકા ઇમીગ્રન્‍ટસનો દેશ છે. જયાં ૪૦ લાખ જેટલા ભારતીયો વસે છે.

તેમણે ઉમેર્યુ હતું કે H-1B વીઝા પોલીસીમાં મુદત નહીં વધારવાના સમાચારને  લઇ ભારતીયોમાં જે ચિંતા હતી તે પણ હવે દૂર થઇ ચૂકી છે.

અમેરિકાના વિકાસમાં ભારતીયોનો બહુમૂલ્‍ય ફાળો છે. અમેરિકા જેટલા ઇમીગ્રન્‍ટસ બીજા કોઇ દેશમાં નથી. તેમજ દર વર્ષે મંજુર કરાતા H-1B વીઝામાં ૭૦ ટકા જેટલા ભારતીયો હોય છે.

(9:19 pm IST)