મુખ્ય સમાચાર
News of Tuesday, 20th October 2020

અફઘાનિસ્તાનમાં નિમરોઝ પ્રાંતમાં બે મોટા વિસ્ફોટ : જિલ્લા પોલીસ પ્રમુખ સહિત 12 પોલીસકર્મીના મોત

રવિવારના રોજ અફઘાનિસ્તાનની પશ્ચિમિ ઘોર પ્રાંતમાં અત્મઘાતી કાર બોમ હૂમલામાં આશરે 12 લોકોના મોત થયા હતા

અફઘાનિસ્તાનના નિમરોઝ પ્રાંતનાં કાંગ જિલ્લામાં બે મોટા ધમાકા થયા છે. એક હેવાલ મુજબ આ વિસ્ફોટમાં એક જિલ્લા પોલીસ પ્રમુખ સહિત ઓછામાં ઓછા 12 પોલીસ દળોની સદસ્ય માર્યા ગાયા છે

ગત રવિવારના રોજ અફઘાનિસ્તાનની પશ્ચિમિ ઘોર પ્રાંતમાં અત્મઘાતી કાર બોમ હૂમલામાં આશરે 12 લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધારે લોકોને ગંભીર રીતે ઈજાથઈ છે. આ પહેલા 16 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતના ફિરોઝકો શહેરમાં શુક્રવારે રસ્તા નજીક થયેલા બોમ્બ ધમાકો થયો હતો. આ ધમાકામાં ઓછામાં ઓછી છ લોકોના મોત નીપજ્યાં છે અને અન્ય ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

(8:15 pm IST)