મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

તમામ જીવન જરૂરી ચીજોના ભાવ વધી ગયા

કોરોનાની બીજી લહેરમાં મોંઘવારીએ માઝા મૂકી

નવી દિલ્હી, તા.૨૦: દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસો અને તેને રોકવાના પ્રયાસો માટે સ્થાનિક સ્તરે લગાવાતા પ્રતિબંધોની અસર મોંદ્યવારી પર પડવા લાગી છે. દેશભરમાં સ્થાનિય સ્તર પર લોકડાઉન જેવા કડક પ્રયોગોને કારણે આર્થિક ગતિવિધિ પ્રભાવિત થઈ રહી છે. આ કરફ્યુ અને લોકડાઉનના કારણે શાકભાજી તેમજ કરિયાણાના ભાવમાં વધારો થવા સાથે ખાદ્યતેલ અને કઠોળની કિંમતમાં પણ વધારો થયો છે.

માર્ચમાં મોંદ્યવારી દર ફેબ્રુઆરીના ૪.૧૭ ટકાથી વધીને ૭.૩૯ ટકા થઈ ગયો છે. જથ્થાબંધ ફુગાવો – મોંદ્યવારીનું આ સ્તર માર્ચ ૨૦૨૧થી પહેલા ઓકટોબર ૨૦૧૨માં હતું. આ સમયે ફૂગાવો ૭.૪ ટકા હતો.ક્રૂડ ઓઈલ અને ધાતુની વધતી કિંમતોને કારણે જથ્થાબંધ ફુગાવા પર તેની અસર જોવા મળી હતી.

સોયાબીન તેલની કિંમત ૧૫૦ રૂપિયાથી પણ વધારે થઈ ગઈ છે. સપ્ટેમ્બર મહિના સુધી સોયા તેલની કિંમત ૧૦૦થી ૧૧૦ રૂપિયા હતી. સોમવારે નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એકસેચેન્જમાં એપ્રિલ મહિનામાં ડિલિવરી માટે રિફાઈન્ડ સોયા તેલના ભાવ ૦.૬૪ ટકા તેજી સાથે ૯ રૂપિયા વધીને ૧૪૧૫ રૂપિયા પ્રતિ ૧૦ કિલો થઈ ગયો છે.

કઠોળના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ૨દ્મક ૩ મહિના પહેલા તુવેર દાળના ભાવ ૯૦ રૂપિયા હતા જે હાલ ૧૦૦ રૂપિયાથી ૧૧૦ રૂપિયા કિલો થઈ ગયા છે. ચણા અને મસૂર દાળને છોડીને કોઈપણ દાળ ૧૦૦ રૂપિયાથી નીચે નથી. એમાં પણ દુકાનો પર અલગ અલગ ભાવ હોય છે. કોરોના સંક્રમણ વચ્ચે વધી રહેલી આ મોંઘવારીને કારણે લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે.

માર્ચમાં દાળની મોંદ્યવારી ફેબ્રુઆરીના ૧૦.૨૫ ટકાથી વધીને ૧૩.૧૪ ટકા પર આવી ગઈ છે. ડુંગળીની મોંદ્યવારી ફેબ્રુઆરીના ૩૧.૨૮ ટકાથી દ્યટીને ૫.૧૫ ટકા પર રહી ગઈ છે. માર્ચમાં દૂધની મોંદ્યવારી ફેબ્રુઆરીના ૩.૨૧ ટકાથી દ્યટીને ૨.૬૫ ટકા પર રહી ગઈ છે. ઈંડા, માંસ, માછલીની મોંદ્યવારી ફેબ્રુઆરીના ૦.૭૮ ટકાથી વધીને ૫.૩૮ ટકા થઈ ગઈ છે.

આ બાજુ હોલસેલ માર્કેટમાં ૨૦ રૂપિયે કિલો વેચાનારી શાકભાજી ગ્રાહકો સુધી પહોંચતા સુધી ૪૦ થી ૫૦ રૂપિયે પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. લોકોને મજબૂરીમાં મોંદ્યા ભાવે શાકભાજી ખરીદવા પડી રહ્યા છે. છૂટકમાં ૨૦થી ૨૫ રૂપિયા પ્રતિ ૨૫૦ ગ્રામે મોટાભાગની શાકભાજી વેચાઈ રહી છે.

(4:07 pm IST)