દેશને ઝુકવા નહીં દઉઃ પ૬ ઇંચની છાતી કયાં છેઃ રાહુલ ગાંધી
ચીનના ભારતીય સીમામાં ગામ વસાવવા ઉપર કોંગ્રેસે ચિંતા વ્યકત કરી
નવી દિલ્હીઃ કોંગ્રેસે અરૂણાચલમાં ચીનના ગામ બનાવાની ખબર ઉપર ઉંડી ચિંતા વ્યકત કરતા તેને દેશના સન્માન ઉપર ઘા જણાવ્યો છે અને કહેલ કે સરકારે સખત કાર્યવાહી કરી દેશના સમ્માનને બચાવવું જોઇએ.
રાહુલ ગાંધીએ આ ઘટના સાથે જોડાયેલ એક ખબરને પોસ્ટ કરી ટવીટ કરેલ કે હું દેશને ઝુકવા નહી દઉ, પાર્ટીના પ્રવકતા સુરજેવાલાએ પણ આ ખબરને પોસ્ટ કરવાની સાથે સવાલ કરેલ કે કયાં ગઇ પ૬ ઇંચની છાતી. ચીને ભારતીય સીમાની ૪.પ કિ.મી. અંદર એક ગામ વસાવ્યું છે. રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં પણ કૃષી કાયદા અને ચીનને લઇને મોદી સરકાર ઉપર પ્રહાર કરેલ.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા ઉપર આરોપો અંગેના સવાલ પણ રાહુલે જણાવેલ કે શું તેઓ મારા કે દેશના પ્રોફેસર છે કે જેમની વાતનો જવાબ આપતો જાઉ. ખેડુત કોઇ સવાલ પુછશે તો એનો જવાબ હું જરુર આપીશ.