મુખ્ય સમાચાર
News of Wednesday, 20th January 2021

૧૦ વર્ષના પુત્રએ અભ્યાસ ન કરતા દારૂ પીને આવેલા પિતાએ સળગાવી દીધો

દારૂ માણસને શું નથી કરાવતું, બધુ જ કરાવે છેઃ દારૂ લોકોને ઝગડા કરાવે છે, દારૂ પરિવારોને છૂટા કરે છે, દારૂ ખૂની ખેલ રમાડે છેઃ દારૂ ન કરવાનું કરાવે છે એ બધુ જ કરાવે છે જે ન કરવાનું હોય

હૈદ્રાબાદ, તા.૨૦: દારૂ માણસને શું નથી કરાવતું, બધુ જ કરાવે છે. દારૂ લોકોને ઝગડા કરાવે છે, દારૂ પરિવારોને છૂટા કરે છે, દારૂ ખૂની ખેલ રમાડે છે. દારૂ ન કરવાનું કરાવે છે એ બધુ જ કરાવે છે જે ન કરવાનું હોય અને લોકોમાં નિંદા લાયક હોય. તમે એવી ઘટનાઓ વિશે પણ સાંભળ્યું કે જોયું જ હશે કે દારૂ માટે નજેવા ૧૦-૨૦ રૂપિયા ન આપવાના કારણે ફલાણી જગ્યાએ દારૂડિયા પુત્રએ માતા કે પિતાની હત્યા કરી નાખી. દારૂડિયા પતિએ દારૂ પીવા પૈસા ન આપતા પોતાની જ પત્નીની હત્યા કરી નાખી વગેરે વગેરે. એવી જ એક ઘટના હૈદરાબાદમાં પણ સામે આવી છે. અહીં તો એક દારૂડિયો પિતા જ હેવાન બની ગયો અને પોતાનો દીકરો અભ્યાસ ન કરતો હોવાના કારણે નિરાશ થઈને તેણે પોતાના પુત્રને માર મારીને જીવતો સળગાવી દીધો. હાલમાં પીડિત પુત્ર એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હૈદરાબાદન કુકટપલ્લી હાઉસિંગ બોર્ડ (KPHB)મા એક પિતાને રવિવારે રાતે પોતાના જ દસ વર્ષીય દીકરાને સળગાવવાના પ્રયત્નના આરોપમાં ધરપકડ કરવાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પિતા પોતાના દીકરાની અભ્યાસ ન કરવાની ટેવથી નારાજ હતો. આરોપીનો પુત્ર ૬૫ ટકા સળગી ગયો છે અને તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી બાલુ પોતાની પત્ની અને પોતાના ૪ બાળકો સાથે હૈદરાબાદ કુકટપલ્લી હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહે છે. તે એક ચોકીદાર છે. તેના બે દીકરા અને બે દીકરીઓમાં સૌથી નાનો પુત્ર ચરન રાતે ૯ વાગ્યે રમ્યા બાદ દ્યરે ગયો હતો અને તે ટીવી જોઈ રહ્યો હતો.

ત્યારબાદ બાલુએ ચરનને જબરદસ્ત માર માર્યો અને તેને જીવતો સળગાવી નાખ્યો. કેટલાક સ્થાનિક લોકો આગ શાંત કરવા માટે ગયા અને છોકરાને બહાર કાઢ્યો. છોકરો ૬૫ ટકા સળગી ગયો છે. તેની સારવાર ગાંધી હોસ્પિટલમાં ચાલી રહી છે. છોકરાની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસને એવી શંકા છે કે દ્યટના સમયે બાલુ નશામાં હતો. કુકટપલ્લી હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર કે. લક્ષ્મી નારાયણે કહ્યું હતું કે આરોપી વિરુદ્ઘ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને સાથે સાથે આરોપી પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(10:22 am IST)