મુખ્ય સમાચાર
News of Tuesday, 19th October 2021

વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

આ ટેસ્ટ શીટમાં વિદ્યાર્થીએ જે લખ્યું છે તે તમે એક વખત જોઇ લેશો તો તમે પણ આખો દિવસ હસતા રહેશો

નવી દિલ્હી,તા. ૧૯: તમે ઘણી વખત ઇન્ટરનેટ પરીક્ષાના જવાબોના વાયરલ ફોટાઓ જોયા હશે અને અમુક અતરંગી જવાબોએ તમને પેટ પકડીને હસાવ્યા પણ હશે. ઘણા વિદ્યાર્થીઓ સામાન્ય પ્રશ્નનો જવાબ એવી રીતે લખે છે જેને વાંચીને શિક્ષકો પણ ચક્કર ખાવા લાગે છે. હાલ સોશિયલ મીડિયા પર આવી જ એક ટેસ્ટ શીટવાયરલ થઇ રહી છે. આ ટેસ્ટ શીટમાં વિદ્યાર્થીએ જે લખ્યું છે તે તમે એક વખત જોઇ લેશો તો તમે પણ આખો દિવસ હસતા રહેશો.

વિદ્યાર્થીએ પોતાની જવાબવહીમાં એવો જવાબ લખ્યો છે કે સામાન્ય માણસ તેવું વિચારી પણ ન શકે. પહેલી નજરે તમે તેને વાંચશો તો સવાલનો જવાબ સરખો હોય તેવું જણાશે. પરંતુ જયારે તમે એક-બે લાઇન વાંચતા આગળ વધશો ત્યાં જ તમારું મગજ પણ ચક્કર ખાવા લાગશે. વિદ્યાર્થીએ એવો જવાબ લખ્યો છે કે તે જયાંથી શરૂ થાય છે ત્યાં જ આવીને પૂરો થઇ જાય છે. હવે આ જવાબ દ્વારા વિદ્યાર્થી શું કહેવા માંગે છે તે તો તે જ જણાવી શકશે.

આ અતરંગી જવાબવહી હાલ ઇન્સ્ટાગ્રામપર વાયરલ થઇ રહી છે. Fun ki Life એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ આ આન્સર શીટમાં વિદ્યાર્થીને ભાખડા નાંગલ યોજના અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. વિદ્યાર્થી જવાબ લખવાની શરૂઆત કરીને જણાવે છે કે આ ડેમ સતલજ નદી પર બનેલો છે.

જેમ-જેમ જવાબ આગળ વધે છે તેમાં સરદાર પટેલ, ટાટા-બાય બાય, પંડિત જવાહરલાલ નહેરૂ, ગુલાબની ખેતી, ખાંડ, લંડન, જર્મની અને વિશ્વ યુદ્ઘ સુધીની વાતો આવી જાય છે. આ જવાબની રમૂજી વાત તે છે જવાબના અંતમાં વિદ્યાર્થી ફરી પંજાબ અન સતલજ બાદ ડેમ સુધી જ પહોંચી જાય છે.

આવી કોપી વાંચીને જો આપણો મગજ ચક્કર મારી જતો હોય તો વિચારો કે તે શિક્ષકોનું શું થતું હશે જે પેપર ચેક કરતી સમયે આવા અનેક જવાબો વાંચતા હશે. આ કોપીને જોઇને શિક્ષકે વિદ્યાર્થીને ૧૦માંથી ૦ માકર્સ આપ્યા છે. અને સાથે જ એક નોટ લખી છે કે, ટીચર કોમામાં છે. સ્વાભાવિક છે કે કોઇ એક જ પેજમાં એક જ પ્રશ્નમાં અનેક વિષયો તમને લખીને આપે તો કોઇ પણ કોમામાં ચાલ્યું જશે.

આ પોસ્ટ પર અનેક લોકોએ કમેન્ટ્સ કરી છે અને કહ્યું કે આ વિદ્યાર્થીના ચરણ સ્પર્શ કરી લેવા જોઇએ. એક યૂઝરે લખ્યું કે, જવાબ લખનારને ૨૧ તોપોની સલામી આપવી જોઇએ. તો અમુક યુઝર્સે વિદ્યાર્થીના ટેલેન્ટના વખાણ કર્યા છે.

(10:17 am IST)