મુખ્ય સમાચાર
News of Friday, 19th August 2022

કૃષ્ણ જન્માષ્ટમીને લઈ દ્વારકા-મથુરામાં માનવ મહેરામણ ઉમટી

મથુરા-દ્વારકામાં મંદિરોને રંગ બેરંગી રોશનીથી સજાવવામાં આવ્યા : આખા શહેર અને મંદિરમાં જય શ્રી કૃષ્ણના જયકારા ગૂંજી ઉઠ્યા

 

 નવી દિલ્હી: દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિર તેમજ મથુરા ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. બે વર્ષ બાદ અને કોરોનાકાળ હળવો થયા બાદ આ પ્રથમ એવી જન્માષ્ટમી છે, જેમાં માનવ મહેરામણ ઉમટી પડી છે. તેમાં પણ મથુરામાં મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. આ પાવન પર્વ પર શહેરના મંદિરોને રંગ બેરંગી રોશનીથી સજાવવામાં આવ્યા છે. આખા શહેર અને મંદિરમાં જય શ્રી કૃષ્ણના જયકારા ગૂંજી રહ્યા છે.

દેશભરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઇમાં ઇસ્કોન મંદિરમાં લોકોનો જમાવડો છે. નોઇડાના ઇસ્કોન મંદિરમાં સવારથી જ આરતી જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. કેરળના કોઝીકોડમાં બાળકો સાથે ભક્તોએ એક જુલૂસમાં ભાગ લીધો હતો જેને કૃષ્ણ જન્માષ્ટમીના પ્રસંગે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ વચ્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યા પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યુ કે આ અમને પોતાના વિચાર, શબ્દો અને કાર્યમાં પૂણ્યના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે.

રાષ્ટ્રપતિએ એક મેસેજમાં કહ્યુ, જન્માષ્ટમીના પાવન પ્રસંગે હું ભારત અને વિદેશમાં રહેનારા તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા આપુ છુ. તેમણે કહ્યુ, ભગવાન કૃષ્ણના જીવન અને શિક્ષણમાં કલ્યાણ અને પૂણ્યનો સંદેશ સામેલ હતો, તેમણે નિષ્કામ કર્મની અવધારણાનો પ્રચાર કર્યો અને લોકોને ધર્મના માર્ગના માધ્યમથી પરમ સત્યની પ્રાપ્તિ વિશે જણાવ્યુ.

હું પ્રાર્થના કરૂ છુ કે આ તહેવાર જન્માષ્ટમી પોતાના વિચાર, શબ્દો અને કાર્યોમાં સદગુણના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીને લઇને મથુરામાં ઉમડેલી ભારે સંખ્યામાં શ્રદ્ધાળુ ભેગા થયા છે.

(7:43 pm IST)